For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામ રહીમે જેલરને કહ્યું, ખેતીવાડી કરવી છે, પેરોલ આપો

યૌન શોષણ મામલે દોષી જાહેર થયેલા સ્વયંભૂ ધર્મગુરુ ગુરમીત રામ રહીમે પેરોલ માટે અરજી લગાવી. ગુરમીત રામ રહીમે પોતાની અરજીમાં કૃષિ કામ માટે પેરોલ અરજી લગાવી છે.

|
Google Oneindia Gujarati News

યૌન શોષણ મામલે દોષી જાહેર થયેલા સ્વયંભૂ ધર્મગુરુ ગુરમીત રામ રહીમે પેરોલ માટે અરજી લગાવી. ગુરમીત રામ રહીમે પોતાની અરજીમાં કૃષિ કામ માટે પેરોલ અરજી લગાવી છે. તેની સાથે સાથે તેમને એવું પણ કહ્યું છે કે તેમને ફસાવવામાં આવ્યા છે અને જેલમાં તેમનો વ્યવહાર ઘણો સારો પણ રહ્યો છે. એટલા માટે તેમને પેરોલ આપવી જોઈએ.

આ પણ વાંચો: રામ રહીમનો ભાગવાનો કોડવર્ડ હતો "રેડ બેગ", જાણો વધુ

ખેતીવાડી કરવી છે, પેરોલ આપો

ખેતીવાડી કરવી છે, પેરોલ આપો

ગુરમીત રામ રહીમે જેલર સામે આ આવેદન કર્યું છે. ત્યારપછી સિરસા પ્રશાશન આ મામલે જોઈ રહ્યું છે કે તેમને પેરોલ આપવી જોઈએ કે નહીં. ગુરમીત રામ રહીમ હાલમાં જેલમાં 23 મહિલા જેટલો સમય ગુજારી ચુક્યા છે. જેલ પ્રશાશન ઘ્વારા તેમની અરજી સિરસા ડેપ્યુટી કમિશ્નર પાસે મોકલી આપી છે. આપને જણાવી દઈએ કે આશ્રમની જ 2 મહિલાઓ ઘ્વારા રામ રહીમ પર બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

આજીવન કેદની સજા

આજીવન કેદની સજા

આ મામલે કોર્ટ ઘ્વારા ગુરમીત રામ રહીમને આજીવન કેદની સજા પણ થઇ ચુકી છે. જે મહિલાઓ ઘ્વારા બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે તેઓ આશ્રમમાં અનુયાયી તરીકે રહેતી હતી. ડેરા સચ્ચા સૌદા પ્રમુખ વિરુદ્ધ બળાત્કારનો પહેલો મામલો વર્ષ 2002 દરમિયાન સામે આવ્યો હતો. જયારે એક સાધ્વીએ તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને પત્ર લખ્યો હતો. જેમાં લખ્યું હતું કે ગુરમીત રામ રહીમ ઘણા લોકોનું યૌનશોષણ કરી રહ્યા છે.

હત્યાનો આરોપ પણ લાગ્યો

હત્યાનો આરોપ પણ લાગ્યો

બળાત્કારના દોષી હોવાની સાથે ગુરમીત રામ રહીમ પર એક પત્રકાર રામ ચંદર છત્રપતિની હત્યાનો આરોપ પણ લાગ્યો. જેમાં અદાલતે તેમને જાન્યુઆરી 2019 દરમિયાન દોષી ગણાવ્યા. આ મામલે સીબીઆઈ વિશેષ અદાલતે રામ રહીમ સહીત ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા આપી.

English summary
Gurmeet Ram Rahim appealed for a parole for farming
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X