રામ રહીમનો ભાગવાનો કોડવર્ડ હતો "રેડ બેગ", જાણો વધુ

Written By:
Subscribe to Oneindia News

ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને જ્યારે બળાત્કારના કેસમાં આરોપી જાહેર કરવામાં આવ્યા ત્યા પછી રામ રહીમે તેવી ચાલ ચલી કે જેનાથી પોલીસ પણ હરકતમાં આવી ગઇ. પોલીસનું કહેવું છે કે રામ રહીમનો કોર્ટથી ભાગી જવાનો ફૂલપ્રૂફ પ્લાન હતો. પણ હરિયાણા પોલીસે પણ સમજદારી બતાવીને તેના પ્લાન પર પાણી ફેરવી દીધું. એટલું જ નહીં પોલીસને પણ રામ રહીમના પ્લાનના તમામ પુરાવા મળ્યા છે. સાથે જ ભાગવા માટે અને સમર્થકો દ્વારા ઉત્પાદ મચાવવા માટે તેમણે લાલ બેગ કોડ વર્ડ તૈયાર કર્યો હતો. જેવી જ તેમને 20 વર્ષની સજા સંભળાવવામાં આવી તેમણે હનીપ્રીતને લાલ બેગ આપવાનું કહ્યું.

રામ રહીમ

લાલ બેગ કોડ વર્ડ વાપરતા જ તેમના સમર્થકો હંગામો કરે અને તેનો લાભ લઇને તે ત્યાંથી ભાગી શકે તેવી તૈયારી કરવામાં આવી હતી. આ વાત ખુદ પત્રકારો સાથે વાતચીત કરતા આઇજી કે કે રાવે કહી હતી. તેમણે આ લાલ બેગ સિરસાથી મંગાવ્યો હતો. તેમ કહીને કે તેમના કપડા અને જરૂરી સામાન આ બેગમાં છે. જેવી જ તેમની ગાડી માંથી આ લાલ બેગ નીકળી, બે ત્રણ કિલોમીટર દૂરથી આંસુ ગેસના ગોળા છૂટવાનો અવાજ આવવા લાગ્યો. આઇજી દાવો કર્યો છે આ ઘટના પછી તેમને સમજાયું કે આ એક કોર્ડ વર્ડ હોઇ શકે છે. એટલું જ નહીં તેમની કહેવાતી પુત્રી હનીપ્રીત પણ પંચકુલામાં કેસ પત્યા પછી લાંબા સમય સુધી ત્યાં ઊભી રહી જ્યાં તેને ઊભા રહેવાની પરવાનગી નહતી.

English summary
Get me the red bag the code ram rahim used to try and escape

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.