Crime News : કિશોરી સાથે સમલૈંગિક સંબંધ બનાવ્યા, મિત્ર પાસે કરાવ્યું દુષ્કર્મ

આ ઘટના વર્ષ 2018ની છે. તે સમયે યુવતીની ઉંમર 16 વર્ષની હતી. હવે યુવતી 22 વર્ષની છે. યુવતીએ થોડા દિવસો પહેલા તેના પિતાને આ વિશે જાણ કરી હતી, જેથી તેમણે નાહરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Crime News : વર્તમાન સમયમાં દેશમાં ગુનામાં સતત વધારો થઇ રહ્યો હોય તેવું જણાઇ રહ્યું છે. આ સાથે સાથે મહિલાઓ સામેના ગુનાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રાજસ્થાનના પાટનગર જયપુરમાં એક કિશોરીએ પોતાની મિત્ર પર સનસનાટીભર્યા આરોપ લગાવ્યા છે.

Crime News

અંગતપળો નો વીડિયો બનાવીને તેની પાસેથી પૈસા પડાવ્યા

આ કિશોરીએ આક્ષેપ કર્યા છે કે, તેની મિત્ર તેની સાથે સમલૈંગિક સંબંધ બનાવીને તેનું શારીરિક શોષણ કરતી હતી. આ સાથે આ અંગતપળો નો વીડિયો બનાવીને તેની પાસેથી પૈસા પડાવ્યા છે.

થોડા દિવસો પહેલા તેના પિતાને આ વિશે જાણ કરી

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, આ ઘટના વર્ષ 2018ની છે. તે સમયે યુવતીની ઉંમર 16 વર્ષની હતી. હવે યુવતી 22 વર્ષની છે. યુવતીએ થોડા દિવસો પહેલા તેના પિતાને આ વિશે જાણ કરી હતી, જેથી તેમણે નાહરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

એફઆઇઆર રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, વર્ષ 2018માં તેની પુત્રીની મિત્રએ તેની તત્કાલીન 16 વર્ષની પુત્રીને સમલૈંગિક સંબંધ બાંધવા માટે ફરજ પાડી હતી.

યુવતીની મિત્રના મિત્રએ પીડિતા પર રેપ કર્યો

આ સમગ્ર મામલે મિત્રના માતા-પિતાએ પણ સાથ આપ્યો હતો. આ પછી યુવતીની મિત્રના મિત્રએ પીડિતા પર રેપ કર્યો હતો. આ માટે તેના પર દબાણ કરવામાં આવ્યું હતું. આ સાથે આ તમામ ઘટનાનો અશ્લીલ વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. જે બાદ આ વીડિયો સાર્વજનિક કરવાની ધમકી આપીને પીડિતાના મિત્ર અને તેના મિત્ર દ્વારા તેની સાથે અનેક વખત સંબંધો બાંધવામાં આવ્યા હતા. આ દરમિયાન તેઓ તેની પાસેથી પૈસા પણ લેતા રહ્યા હતા.

ચાર વર્ષ બાદ હવે 2018નો કેસ કેવી રીતે દાખલ થયો

પોલીસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. પીડિતાના નિવેદન લેવામાં આવ્યા છે. જે યુવતી પર આરોપ મૂકવામાં આવ્યો છે, તેની પૂછપરછ કરવામાં આવશે. તેના માતા-પિતાની પણ પૂછપરછ કરવામાં આવશે. ચાર વર્ષ બાદ હવે 2018નો કેસ કેવી રીતે દાખલ થયો તેની પણ તપાસ કરવામાં આવશે.

વિવિધ કલમો હેઠળ કેસ નોંધી કરાશે તપાસ

આ સાથે જ પોલીસમાં રિપોર્ટ કેમ દાખલ કરવામાં આવ્યો ન હતો તે અંગે પણ તપાસ થશે. પોલીસના જણાવ્યા અનુસાર, પોક્સો એક્ટ, આઈટી એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X