Gyanvapi mosque: મુસ્લિમ પક્ષને રાહત, સુપ્રીમ કોર્ટે 26 જુલાઈ સુધી ASI સર્વે પર લગાવી રોક

Gyanvapi mosque: વારાણસી કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં ASI સર્વેની પરવાનગી આપી હતી. તેની પ્રક્રિયા આજથી (24 જુલાઈ) શરૂ થઈ હતી, પરંતુ જ્ઞાનવાપી મસ્જિદ મેનેજમેન્ટ કમિટી અને અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમજ સર્વે પર પ્રતિબંધ મુકવાની માંગણી કરી હતી.

તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે 26 જુલાઈના રોજ સાંજે 5 વાગ્યા સુધી એએસઆઈ સર્વે પર રોક લગાવી દીધી હતી. તેમજ મુસ્લિમ પક્ષને હાઈકોર્ટમાં જવા જણાવ્યું હતું.

SC

વળી, સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે અરજદારોને પૂછ્યું કે તેઓ નીચલી કોર્ટના નિર્ણયની વિરુદ્ધ હાઈકોર્ટમાં કેમ ન ગયા? તેના પર તેમણે કહ્યું કે તેમને હાઈકોર્ટમાં જવાનો સમય આપવામાં આવ્યો નથી. કોર્ટના આદેશ બાદ આજથી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં તેમને સુપ્રીમ કોર્ટમાં જવાની ફરજ પડી હતી.

અરજદારે કોર્ટને કહ્યું કે સર્વેના નામે મસ્જિદની અંદર ખોદકામ કરવામાં આવી રહ્યું છે. તે કિસ્સામાં તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આ સિવાય મુસ્લિમ પક્ષે અવમાનનાની દલીલ કરી હતી. તેના પર હિંદુ પક્ષના વકીલે કહ્યું કે નીચલી કોર્ટે પરિસરના સર્વેની મંજૂરી આપી છે, પરંતુ વિવાદિત ભાગ (વજુખાના)ને તેનાથી અલગ રાખ્યો છે. જેના પર કોર્ટે સ્ટેટસ રિપોર્ટ માંગ્યો હતો.

કોર્ટના આદેશ પર, સોલિસિટર જનરલે ગ્રાઉન્ડ રિપોર્ટ લીધો. આ સાથે કોર્ટને કહેવામાં આવ્યું કે અહીંથી ત્યાં સુધી એક પણ ઈંટ આઘાપાછી કરવામાં આવી નથી. જેના પર મુસ્લિમ પક્ષે કહ્યું કે અમે કોર્ટ પાસે માંગ કરીએ છીએ કે સર્વે થોડા દિવસો માટે સ્થગિત કરવામાં આવે.

ASI ટીમે કોર્ટને ખાતરી આપી હતી કે તેઓ જ્ઞાનવાપી સંકુલ સાથે ચેડાં કરશે નહીં કે અંદર ખોદશે નહીં. તેઓ વૈજ્ઞાનિક આધાર પર જ સર્વે કરશે. આ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે બે દિવસ માટે સર્વે પર રોક લગાવી દીધી હતી.

આ કેસમાં હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે મસ્જિદ પરિસરના સર્વે અંગે વારાણસી કોર્ટના આદેશના અમલ પર રોક લગાવી દીધી છે જેથી મુસ્લિમ પક્ષ હાઈકોર્ટનો સંપર્ક કરી શકે. અમારી લીગલ ટીમ હાઈકોર્ટમાં પણ પહોંચી રહી છે અને અમે તેનો વિરોધ કરીશું.

ASIના સર્વે બાદ જ જ્ઞાનવાપીનું સત્ય બહાર આવશે તેમ જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટની કોઈપણ ટિપ્પણીથી પ્રભાવિત થયા વિના હાઈકોર્ટ આ મામલે નિર્ણય કરશે.

વારાણસી કોર્ટે શુક્રવારે આદેશ આપ્યો હતો કે જ્ઞાનવાપી કેમ્પસનો ASI સર્વે કરવામાં આવે, જેનો રિપોર્ટ 4 ઓગસ્ટ સુધીમાં સુપરત કરવામાં આવશે. કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કહ્યું હતું કે વિવાદિત વિસ્તારમાં કોઈ સર્વે નહીં થાય. આ સિવાય સર્વે મુસ્લિમ પક્ષને નમાઝ અદા કરવાથી રોકશે નહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X