"સમાજ માટે જોખમરૂપ છે જમાત-ઉદ-દાવાનો પ્રમુખ હાફિઝ સઇદ"

Written By:
Subscribe to Oneindia News

પહેલીવાર પાકિસ્તાન તરફથી જમાત-ઉદ-દાવા ના પ્રમુખ હાફિઝ સઇદ અંગે નિવેદન આવ્યું છે. મ્યૂનિખમાં આયોજીત સુરક્ષા સંમેલનમાં હાજર પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે મીડિયાને કહ્યું કે, જમાત-ઉત-દાવાનો પ્રમુખ સમાજ માટે જોખમરૂપ બની ગયો હતો, આથી હું સરકારના એ નિર્ણયનું સમર્થન કરું છું, જે હેઠળ હાફિઝને નજરબંધ કરવામાં આવ્યો છે અને ત્યાર બાદ તેને એન્ટિ ટેરરિસ્ટ એક્ટ લિસ્ટમાં નાંખવામાં આવ્યો છે.

hafiz saeed

આતંકનો કોઇ ધર્મ નથી હોતો

ખ્વાજા આસિફે કહ્યું કે, પાક. સરકારે આ નિર્ણય દેશના લોકોની સુરક્ષા અને હિતને ધ્યાનમાં રાખીને લીધો છે. રક્ષા મંત્રીએ કહ્યું કે, હું લોકોને અપીલ કરું છું કે તેઓ આતંકવાદને ધર્મ સાથે ના જોડે, આતંકનો કોઇ ધર્મ નથી હોતો, તે ના તો હિંદુ હોય છે કે ના મુસલમાન.

અહીં વાંચો - પાકિસ્તાનમાં પસાર થયું હિંદુ મેરેજ બિલ 2017, જાણો આ બિલ વિષે

ભારતે આને ન્યાયપૂર્ણ પગલું કહ્યું

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન દ્વારા લશ્કર-એ-તોયબા અને જમાત-ઉદ-દાવા(જેયૂડી) ના પ્રમુખ અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સઇદનો એન્ટિ ટેરરિઝમ એક્ટ (એટીએ) હેઠળ તેને આતંકવાદીઓની સૂચિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પાક. અખબાર ધ ડૉનના અવહેવાલ અનુસાર આ નિર્ણય સાથે પાક. સરકારે સ્વીકારી લીધું છે કે સઇદ એક આંતકવાદી છે. પાકિસ્તાનના આ નિર્ણયને ભારતે ન્યાયપૂર્ણ કહ્યો છે.

English summary
Pakistan Defense Minister Khawaja Asif saying that Hafiz Saeed could pose a serious threat to society and has been arrested in the larger national interest.
Please Wait while comments are loading...