For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેબ્રુઆરી 2021 સુધી ભારતની અડધી વસ્તીને થઈ શકે છે કોરોના

ભારતમાં ફેબ્રુઆરી 2021 સુધી દેશની અડધી વસ્તી એટલે કે 1.3 બિલિયન લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં ફેબ્રુઆરી 2021 સુધી દેશની અડધી વસ્તી એટલે કે 1.3 બિલિયન લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ શકે છે. આ અનુમાન સરકારી પેનલે લગાવ્યુ છે. ન્યૂઝ એજન્સી રૉયટર્સના જણાવ્યા મુજબ ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલ વિશેષજ્ઞોની પેનલે આ રિપોર્ટ આપ્યો છે. વિશેષજ્ઞોએ એ પણ કહ્યુ છે કે આટલી મોટી વસ્તીના કોવિડ-19 સંક્રમિત હોવાથી મહામારીની ગતિને અટકાવવામાં મદદ મળશે. ભારતમાં હાલમાં કુલ કોરોના સંક્રમિતની સંખ્યા 75 લાખ 50 હજાર 273 થઈ ગઈ છે. કોવિડ-19થી મરનારની સંખ્યા 1 લાખ 14 હજાર 610 થઈ ગઈ છે.

ભારતની લગભગ 30 ટકા વસ્તી કોરોના સંક્રમિત

ભારતની લગભગ 30 ટકા વસ્તી કોરોના સંક્રમિત

ન્યૂઝ એજન્સી રૉયટર્સના જણાવ્યા મુજબ ભારતમાં મધ્ય સપ્ટેમ્બર બાદ કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા એક મહિનાથી રોજ સરેરાશ 61,390 કેસ સામે આવી રહ્યા છે. ફે્બ્રુઆરીમાં 50 ટકા દેશની વસ્તી કોવિડ-19થી સંક્રમિત થઈ શકે છે. ન્યૂઝ એજન્સી રૉયટર્સના જણાવ્યા મુજબ સરકારી પેનલના સભ્ય અને આઈઆઈટી કાનપુરના પ્રોફેસર મણિંદ્ર અગ્રવાલે કહ્યુ કે અમારા ગાણિતીક મૉડલના આકલન મુજબ અત્યાર સુધી ભારતની લગભગ 30 ટકા વસ્તી કોરોના સંક્રમિત થઈ ચૂકી છે અને ફેબ્રુઆરી સુધી આ આંકડો 50 ટકા સુધી પહોંચી જશે.

સીરો સર્વેના અનુમાન શું કહે છે?

સીરો સર્વેના અનુમાન શું કહે છે?

ભારત સરકાર તરફથી કરવામાં આવેલ સીરો સર્વેમાં કોરોના જે હદે ફેલાવવાનુ અનુમાન લગાવવામાં આવ્યુ છે તે આનાથી ક્યાંય વધુ હોઈ શકે છે. સીરો સર્વે મુજબ સપ્ટેમ્બર સુધી ભારતની લગભગ 14 ટકા વસ્તી કોરોનાથી સંક્રમિત થઈ ચૂકી હતી પરંતુ પેનલ મુજબ આ આંકડો 30 ટકા છે.

નવુ મૉડલ સ્પષ્ટ રીતે અપ્રમાણિત કેસોને ધ્યાનમાં રાખે છેઃ અગ્રવાલ

નવુ મૉડલ સ્પષ્ટ રીતે અપ્રમાણિત કેસોને ધ્યાનમાં રાખે છેઃ અગ્રવાલ

પ્રોફેસર મણિંદ્ર અગ્રવાલે કહ્યુ કે સીરો સર્વે કદાચ વસ્તીના આકારના કારણે કેસોનુ યોગ્ય માપ ન હોઈ શકે. પ્રોફેસર મણિંદ્ર અગ્રવાલે કહ્યુ કે અમે એક એવુ નવુ મૉડલ ડેવલપ કર્યુ છે જે અનરિપોર્ટેડ કેસને પણ ધ્યાનમાં લે છે જેથી અમે સંક્રમિત લોકોને બે શ્રેણીમાં વહેંચી શકીએ. એક રિપોર્ટ કરાયેલ કેસ અને બીજા રિપોર્ટ નહિ કરાયેલ કેસ.

અલાસ્કાના તટ પર 7.5 તીવ્રતાનો ભૂકંપ, સુનામીની નાની લહેરો ઉઠી, લોકોને સચેત રહેવાની અપીલઅલાસ્કાના તટ પર 7.5 તીવ્રતાનો ભૂકંપ, સુનામીની નાની લહેરો ઉઠી, લોકોને સચેત રહેવાની અપીલ

English summary
Half of Indians may have coronavirus by February 2021: Government panel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X