For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિદ્ધુનું નિવેદન - જો તમે મને નિર્ણય લેવા નહીં તો..., હરીશ રાવતે આપ્યો આવો જવાબ આપ્યો

નવજોત સિંહ સિદ્ધુએ નિવેદન આપ્યું હતું કે, તેમને નિર્ણય લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા નથી. જે બાદ પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે તે અંગે પ્રતિક્રિયા આપી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : નવજોત સિંહ સિદ્ધુએ નિવેદન આપ્યું હતું કે, તેમને નિર્ણય લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા નથી. જે બાદ પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે તે અંગે પ્રતિક્રિયા આપી છે કે, શુક્રવારના રોજ હરીશ રાવતે કહ્યું હતું કે, મેં સિદ્ધુના નિવેદન વિશે સાંભળ્યું છે, પરંતુ મીડિયામાં ચાલી રહેલી અટકળો અને અફવાના આધારે હું તેમને સવાલ કરી શકતો નથી. હું નિવેદનના સંદર્ભની તપાસ કરીશ અને પછી જ નક્કી થશે કે, તેમણે આવું શા માટે કહ્યું?

નવજોત સિંહ સિદ્ધુ દ્વારા નિર્ણયો લેવામાં સ્વતંત્રતાના અભાવ અંગે કરવામાં આવેલી ટિપ્પણી પર હરીશ રાવતે એમ પણ કહ્યું કે, નવજોત સિંહ સિદ્ધુ પંજાબ કોંગ્રેસના વડા છે, જો તેમની પાસે નિર્ણયો લેવાની સ્વતંત્રતા નથી, તો પછી કોણ નિર્ણય લઇ રહ્યું છે, તેમની સિવાય કોણ નક્કી કરી શકે?

Harish Rawat

સિદ્ધુએ શું કહ્યું?

નવજોત સિંહ સિદ્ધુએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, તેમને પંજાબના લોકોની સેવા કરવા માટે રાજકારણમાં છે અને લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું લોકો માટે કામ કરવાનું ચાલુ રાખીશ અને એ પણ સ્પષ્ટ કરવા માંગુ છું કે, જો મને નિર્ણય લેવાની મંજૂરી ન હોય તો હું બધાની ઈંટથી ઈંટ બજાવી નાખીશ.

નવજોત સિંહ સિદ્ધુના સલાહકારના નિવેદન પર અને ફરી એકવાર પંજાબ કોંગ્રેસમાં બધુ ઠીક ન હોવા બાબતે હરીશ રાવતે કહ્યું કે, પંજાબમાં બધુ બરાબર ચાલી રહ્યું છે અને પાર્ટીમાં કોઈ ઝઘડો નથી. રાજ્યમાં ચૂંટણી આવી રહી છે અને જ્યારે ચૂંટણી નજીક છે, ત્યારે થોડી હલચલ મચી છે. આનાથી વિશેષ કંઈ નથી. આ બાબતોનો અર્થ એવો પાર્ટીમાં વિખવાદ કે ઝઘડો ચાલી રહ્યો છે.

પંજાબ કોંગ્રેસમાં લાંબા સમયથી વિખવાદ ચાલી રહ્યો છે

પંજાબમાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓ વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. નવજોત સિંહ સિદ્ધુનો કેમ્પ અને બીજી તરફ CM અમરિંદર સિંહનો કેન્પ છે. લાંબા સમય સુધી સિદ્ધુથી નારાજ રહ્યા બાદ તેમને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જે બાદ એવું માનવામાં આવતું હતું કે, હવે રાજ્યમાં પાર્ટીમાં બધું બરાબર થઈ જશે, પરંતુ તાજેતરમાં સિદ્ધુના સલાહકારો દ્વારા કેપ્ટન અમરિંદર સિંહ વિશે આપેલા નિવેદન બાદ વાતાવરણ ફરી ગરમાયું છે.

ગુરુવારના રોજ પંજાબના 4 મંત્રી અને 3 ધારાસભ્યો પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતને મળવા દેહરાદૂન પહોંચ્યા હતા. તેમણે રાવતને કહ્યું કે, અમે પાર્ટીની જીત સંભાવનાઓ વિશે ચિંતિત છીએ. અમે કોઈ વ્યક્તિનો વિરોધ નથી કરતા. અમે સ્પષ્ટ રોડમેપ સાથે ચૂંટણીમાં જવા માગીએ છીએ. આવી સ્થિતિમાં તે સ્પષ્ટ છે કે પંજાબ કોંગ્રેસમાં હજૂ બધુ ઠીક ચાલી રહ્યું નથી.

English summary
Navjot Singh Sidhu stated that he did not have complete freedom to make decisions. After which Punjab Congress in-charge Harish Rawat has reacted to it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X