Haryana Assembly Election 2024 : હરિયાણામાં કોંગ્રેસને મોટી રાહત, 10 બાગીઓએ ફોર્મ પાછા ખેંચ્યા
Haryana Assembly Election 2024 : હરિયાણામાં 5 ઓક્ટોબરે મતદાન 10 પહેલા કોંગ્રેસને મોટી રાહત મળી છે. પાર્ટીમાં બગાવત વચ્ચે 10 જેટલા બાગી નેતાઓએ ફોર્મ પરત ખેંચી લીધા છે.
હરિયાણામાં કોંગ્રેસને ડેમેજ કંટ્રોલ કરવામાં મોટી સફળતા મળી છે. બળવાખોરોને મનાવવાનો પ્રયાસ સફળ રહ્યો છે અને 10 મોટા બળવાખોરોને તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચવા માટે મનાવી લીધા છે.

હાલમાં જ દીપેન્દ્ર હુડ્ડા મનાવવા માટે અંબાલા શહેરના જસબીર મલૌર અને હિંમત સિંહના ઘરે પહોંચ્યા હતા. હુડ્ડા કેમ્પર વખત ધારાસભ્ય નિર્મલ સિંહને ટિકિટ આપવાના નિર્ણય બાદ બંનેની નારાજગી શરૂ થઈ હતી.
છ વખતના ધારાસભ્ય અને રાજ્યના ભૂતપૂર્વ નાણાપ્રધાન સંપત સિંહે કોંગ્રેસના ઉમેદવાર અનિલ માન સામે નલવા મતવિના ચાસ્તારમાંથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. હાલમાં તેમણે અંતિમ દિવસે પોતાનું નામાંકન પણ પાછું ખેંચી લીધી છે.
અન્ય એક નેતા રામ કિશન ફૌજીએ બાવનીખેડા બેઠક પરથી પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું છે. જો કે અહીં કોંગ્રેસના બળવાખોર નિર્મલ સિંહની પુત્રી ચિત્રા સરવરા અંબાલા કેન્ટ બેઠક પરથી ચૂંટણી લડી રહી છે.
ઘણા પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્ય સ્તરના નેતાઓના નામ પાછા ખેંચવાને કોંગ્રેસ માટે મોટી સફળતા અને ચૂંટણી લાભ તરીકે જોવામાં આવી રહ્યું છે.
સૂત્રો અનુસાર, ઉમેદવારી નોંધાવનાર અન્ય 20 જેટલા નેતાઓ પક્ષ માટે કોઈ ગંભીર પડકાર ઉભો કરે તેવી શક્યતા નથી, કારણ કે તેમની પાસે કોઈ મજબૂત આધાર નથી. બળવાખોરોના ઉમેદવારીપત્રો પાછા ખેંચાતા કોંગ્રેસને મોટી રાહત મળી છે અને ભાજપ માટે પડકાર વધશે.
જણાવી દઈએ કે, સોમવારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી. રાજ્યની 90 વિધાનસભા બેઠકો માટે 1,031 ઉમેદવારો મેદાનમાં છે.
આ વખતે 1,559થી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી ચકાસણી બાદ 1,221 ઉમેદવારીપત્રો માન્ય રહ્યા અને તેમાંથી 190 ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો પરત ખેંચ્યા છે. જેના કારણે 1,031 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.












Click it and Unblock the Notifications
