Haryana Assembly Election 2024 : હરિયાણામાં AAP-JJP માટે ખતરાની ઘંટી, મોટી સંખ્યામાં નેતાઓ છોડી શકે છે પાર્ટી
Haryana Assembly Election 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ માટે બન્ને હાથમાં લાડુ જેવી સ્થિતી છે. અહીં માહોલ ઝડપથી બદલાઈ રહ્યો છે.
એક તરફ ખેડૂત વિરોધી પાર્ટી બીજેપી છે તો બીજી તરફ કંગના રનૌત જેવા નેતાઓ સતત આ વાતને દોહરાવીને કોંંગ્રેસ માટે મેદાન ચોખ્ખુ કરી રહ્યાં છે. હવે સ્થિતી એ છે કે અહીં JJP અને આમ આદમી પાર્ટીને પણ મોટો ઝટકો લાગી શકે છે.

કોંગ્રેસ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરી રહી છે. બીજી તરફ અહેવાલો છે કે કેટલાક એવા લોકો પાર્ટી રાજ્ય નેતૃત્વનો સંપર્ક કરી રહ્યા છે, જેના કારણે પાર્ટીનું મનોબળ વધી રહ્યું છે.
અહેવાલો અનુસાર, દુષ્યંત ચૌટાલાની જન નાયક જનતા પાર્ટી (JJP) અને આમ આદમી પાર્ટી (AAP)ના કેટલાક નેતાઓ દ્વારા કોંગ્રેસનો સંપર્ક કરાયો છે.
હરિયાણા કોંગ્રેસના મોટા નેતાઓનો સંપર્ક કરનારાઓમાં વર્તમાન વિધાનસભાના કેટલાક ધારાસભ્યો પણ સામેલ હોવાના અહેવાલો છે. જેજેપી અથવા આમ આદમી પાર્ટીના આ નેતાઓ કોંગ્રેસમાં જોડાવા સાથે પોતાના અથવા તેમના કોઈ નજીકના સંબંધીઓ માટે ટિકિટ મેળવવાની આશા રાખી રહ્યા છે.
કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા અનુસાર, કોંગ્રેસ પાર્ટી એવા જેજેપી અને આપ નેતાઓને સામેલ કરવા વિશે વિચારશે જેઓ કોંગ્રેસની વિચારધારા અને વિઝનને અનુસરીને ભૂમિકા ભજવી શકે. અન્ય પક્ષોના નેતાઓએ બિનશરતી કોંગ્રેસમાં જોડાવું જોઈએ અને તેમની ભૂમિકા પક્ષના નેતૃત્વ દ્વારા નક્કી કરવામાં આવશે.
આ ચૂંટણીમાં જેજેપી અને આમ આદમી પાર્ટી બંનેએ કોંગ્રેસ કે ભાજપ સાથે ગઠબંધન કર્યું નથી. જેજેપીએ આઝાદ સમાજ પાર્ટી સાથે ગઠબંધન ચોક્કસ કર્યું છે પરંતુ તેમ છતાં પાર્ટીની અંદર ચૂંટણીની સંભાવનાઓને લઈને અસ્વસ્થતા છે. છેલ્લા પાંચ વર્ષથી તે ભાજપ સાથે સરકાર ચલાવી રહી હતી પરંતુ હવે અલગ છે
બીજી તરફ લોકસભા ચૂૂંટણીમાં ફાયદો ન થતા કોંગ્રેસ હરિયાણામાં આમ આદમી પાર્ટીથી અલગ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર પોતાના દમ પર ચૂંટણી લડવાની વાત કરી રહી છે પરંતુ એવું લાગે છે કે આનાથી પાર્ટીના નેતાઓનું મનોબળ ડગી રહ્યું છે.
કોંગ્રેસ આ ચૂંટણીમાં ભાજપ સાથે સીધો મુકાબલો જાહેર કરી રહી છે. તે અભય ચૌટાલાના INLD અને BSP ગઠબંધનને પણ વોટ હાર્વેસ્ટિંગ ગણાવી રહી છે અને સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે આ ગઠબંધન ભાજપ પ્રાયોજિત છે.
અહેવાલો અનુસાર, કોંગ્રેસ પાર્ટી કેટલાક વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે. આ માટે કોંગ્રેસ પાર્ટી વિધાનસભા સ્તરે કરવામાં આવેલા સર્વેની મદદ લઈ શકે છે. આ સ્થિતિમાં પાર્ટી કોઈ નવા ચહેરાને મેદાનમાં ઉતારવાનું વિચારી શકે છે. આમાં રેસલર વિનેશ ફોગટનું નામ પહેલેથી જ ચર્ચામાં છે.
માનવામાં આવે છે કે કોંગ્રેસ એવી બેઠકો પર બીજી પાર્ટીથી આવેલા ઉમેદવારોને ઉભા રાખવાનું વિચારી શકે છે જ્યાં તે બીજેપી ઉમેદવાર કરતા વધુ મજબૂત જોતા હોય.
લોકસભા ચૂંટણીમાં હરિયાણામાં ભાજપ અને કોંગ્રેસ બંનેને 10માંથી 5-5 બેઠકો મળી છે. ભાજપને દસ સીટો પર 46.11% વોટ મળ્યા જ્યારે કોંગ્રેસને નવ સીટો પર 43.67% વોટ મળ્યા. જ્યારે 1 સીટ પર આમ આદમી પાર્ટીને 3.94% વોટ મળ્યા. જેજેપીનું પ્રદર્શન ખૂબ જ ખરાબ હતું અને તેને માત્ર 0.87% મત મળ્યા.
2019ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે તમામ 90 બેઠકો પર ચૂંટણી લડી અને 31 બેઠકો જીતી. ભાજપે પણ 90 બેઠકો પર ચૂંટણી લડી અને 40 બેઠકો જીતી. જેજેપીએ 10 બેઠકો જીતી હતી. AAP એ 46 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને તે તમામ પરની તેની ડિપોઝીટ જપ્ત થઈ હતી.












Click it and Unblock the Notifications
