Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

haryana assembly election 2024: હરિયાણામાં સપા સાંસદ કરી રહી છે ચૂંટણી પ્રચાર, જાણો કોણ છે ઈકરા હસન?

haryana assembly election 2024: હરિયાણામાં આજે ચૂંટણી પ્રચાર માટે છેલ્લા દિવસ છે. 4 ઓગસ્ટથી આચારસંહિતા લાગુ થશે. હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે 5 ઓક્ટોબરના રોજ મતદાન યોજાવાનું છે. જે કારણે તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર અને મતદાતાઓને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરવા ઘણા રાજકીય પક્ષોએ પોતાના દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. આ વચ્ચે સમાજવાદી પાર્ટી તરફથી કૈરાનાના સાંસદ ઈકરા હસન પણ હરિયાણા પહોંચ્યા છે.

સમાજવાદી પાર્ટીના નેતા ઈકરા હસન ઈકરા કોંગ્રેસ ઉમેદવાર માટે નહીં પણ અપક્ષ ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કરી રહી છે. જે કારણે ઈન્ડિયા ગઠબંધનમાં હોબાળો મચ્યો છે.

હરિયાણાની ચૂંટણીમાં ઇકરા હસન પાણીપતની સમલખા સીટ પરથી રવીન્દ્ર મચરૌલીને સમર્થન આપવા માટે પહોંચી હતી. તેણીની હાજરીમાં ખળભળાટ મચી ગયો હતો. સામલખા વિધાનસભા પહોંચતા ઇકરાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

haryana assembly election 2024

પોતાના સંબોધન દરમિયાન ઇકરા હસને જણાવ્યું હતું કે, તે તેના ભાઈ માટે પ્રચાર કરી રહી છે. મારા ખરાબ સમયમાં તેણે મારો ઘણો સાથ આપ્યો અને આજે જ્યારે તેને મારી જરૂર છે, ત્યારે હું પણ બધું છોડીને મારા ભાઈ માટે આવી છું. આ નિવેદને કોંગ્રેસની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે.

ઇકરા હસન કોણ છે?

ઇકરા હસન પશ્ચિમ ઉત્તર પ્રદેશની કૈરાના લોકસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના સાંસદ છે. તેણીએ ભાજપના પ્રદીપ ચૌધરીને 69,000 થી વધુ મતોના માર્જિનથી હરાવ્યા હતા.

લંડન સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝમાંથી માસ્ટર્સ કરનાર ઇકરા હસને તેની માતા તબસ્સુમ હસન અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા ભાઈ નાહીદ હસન સામે ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા કેસ નોંધવામાં આવ્યા બાદ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

જ્યારે નાહિદે 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી જેલમાંથી લડી હતી, ત્યારે તે ઇકરા હતી, જે શહેરો અને ગામડાઓમાં તેના પ્રચારનું સંચાલન કરતી હતી.

આ લોકસભા ચૂંટણીઓમાં, તેણીને સમાજના તમામ વર્ગોમાંથી મત મળ્યા હતા. કારણ કે, લોકોએ તેણીની સાદગીની પ્રશંસા કરી હતી. ઇકરા હસન છેલ્લા નવ વર્ષથી કૈરાના ક્ષેત્રમાં રાજકારણમાં સક્રિય છે. તે પૂર્વ સાંસદ તબસ્સુમ હસનની પુત્રી છે, અને નાહિદ હસન તેનો મોટો ભાઈ છે.

પૂર્વ સાંસદ ચૌધરી અખ્તર હસનની પૌત્રી અને પૂર્વ સાંસદ મુનવ્વર હસન અને તબસ્સુમની પુત્રી હોવાને કારણે, તેણે 2019માં લંડનમાં CAA વિરોધી વિરોધમાં ભાગ લઈને મીડિયાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. ઈકરા હસન પણ તેની સુંદરતા અને સાદગી માટે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X