Haryana Assembly Election 2024 : ખેડૂતો બીજેપીને હરિયાણામાંથી બહારનો રસ્તો બતાવશે? કરી દીધી મોટી જાહેરાત
Haryana Assembly Election 2024 : દેશભરના ખેડૂતોને આતંકવાદી કહીને સંબોધનારી બીજેપીને હરિયાણામાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
એક તરફ બીજેપી નેતાઓએ ખેડૂત વિરોધી ઝેર ઓકતા બીજેપીની હાલત કફોડી થઈ છે તો બીજી તરફ ખેડૂતો પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યાં છે.

અહેવાલો અનુસાર, હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ખેડૂતો બીજેપીની રમત બગડી શકે છે. ખેડૂતોએ મુખ્યમંત્રી નયબ સિંહ સૈનીના નેતૃત્વવાળી ભાજપ સરકારને મોટું અલ્ટીમેટમ આપ્યું છે.
હરિયાણાના નુહ જિલ્લા હેઠળ આવતા ગામના ખેડૂતો વિવિધ માંગણીઓને લઈને અવાજ ઉઠાવી રહ્યા છે. ખેડૂતોએ સીએમ નાયબ સિંહ સૈનીની આગેવાની હેઠળની ભાજપ સરકારને 10 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.
આંદોલન વચ્ચે ખેડૂતોએ ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો તેની અસર ચૂંટણીમાં જોવા મળશે. વિરોધ કરી રહેલા એક ખેડૂતે ન્યૂઝ એજન્સીને કહ્યું કે સરકાર માંગણીઓ વિશે બધું જ જાણે છે.
ખેડૂત અનુસાર, અમે મુખ્યમંત્રી સમક્ષ બે બાબતો મૂકી હતી. સરકારે વ્યાજ સહિત 25 લાખનું વળતર ક્લિયર કરવું જોઈએ. બીજી માંગ ખેડૂતો સાથે કપટથી કરાયેલા કરારો રદ કરવાની છે.
વિરોધ કરી રહેલા ખેડૂતે જણાવ્યું કે, જો માંગણીઓ સ્વીકારવામાં આવશે તો નિર્ણય સરકારની તરફેણમાં આવશે, નહીં તો અમે અલગ રણનીતિ બનાવીશું. ખેડૂતોએ જણાવ્યું કે સરકાર આ અંગે જાણ હોવા છતાં નિર્ણય લઈ શકી નથી. જેના કારણે ખેડૂતોમાં રોષ છે.












Click it and Unblock the Notifications
