Haryana Election 2024 : કુમારી શૈલજાએ બીજેપીને મોટો ઝટકો આપ્યો, કોંગ્રેસ સાથે જ હોવાની વાત દોહરાવી
Haryana Assembly Elections 2024 : બીજી પાર્ટી તોડીને ચૂંટણીઓ જીતતી બીજેપીને હરિયાણામાં મોટો ઝટકો પડ્યો છે. કોંગ્રેસની દિગ્ગજ નેતા કુમારી શૈલજાએ કોંગ્રેસની જ હોવાની વાત દોહરાવી છે.
હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા કુમારી શૈલજાના કોંગ્રેસ સાથેના વિવાદોએ બીજેપીને ઉમ્મીદ જગાડી હતી. જો કે હવે તેને કોંગ્રેસ સાથે વફાદારી જાહેર કરીને બીજેપીને ઝટકો આપી દીધો છે.

કુમારી શૈલજાએ બીજેપી સાથે જોડાવાનો ઇનકાર કરી દીધો છે. પાર્ટી પ્રત્યે પોતાની વફાદારી સ્પષ્ટ કરતા કુમારી શૈલજાએ કહ્યું કે હું સંપૂર્ણપણે કોંગ્રેસમાં છું. મારા ભાજપમાં જોડાવાનો પ્રશ્ન જ નથી.
જણાવી દઈએ કે, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કુમારી શૈલજાને બીજેપીમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણનો કુમારી શૈલજાએ સણસણતો જવાબ આપ્યો છે.
હાલમાં જ કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગે દ્વારા આયોજિત મેનિફેસ્ટો લોન્ચમાં શૈલજાની ગેરહાજરી બાદ ચર્ચા શરૂ થઈ હતી કે તે પાર્ટી છોડી શકે છે .
જો કે હવે કુમારી શૈલજાએ તેને માત્ર અફવા ગણાવી અને કહ્યું કે આવા સમાચાર એ લોકો ફેલાવી રહ્યા છે જે કોંગ્રેસની આગામી ચૂંટણી જીતથી ડરી રહ્યા છે. તેણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમે મોટા માર્જિનથી જીતીશું અને સરકાર બનાવીશું.












Click it and Unblock the Notifications
