Haryana Election Result 2024 : રામ રહીમના પ્રભાવ વાળી હરિયાણાની સીટો પર કોણ જીત્યુ?
Haryana Election Result 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. અહીં જીતી રહેલી કોંગ્રેસને હાર મળી છે અને બીજેપીને બહુમતિ મળી છે.
હરિયાણા ચૂંટણી દરમિયાન ડેરા સચ્ચા સૌદા અને રામ રહીમની ખુબ ચર્ચા રહી છે. રામ રહીમને પેરોલ મળતા મોટો હોબાળો થયો છે.

રામ રહીમ બળાત્કાર અને હત્યાના કેસમાં જેલમાં સજા કાપી રહ્યો છે. પેરોલ પર આવ્યા બાદ રામ રહીમે ભાજપને મત આપવા અપીલ કરી હતી. જો કે બીજેપીને તેનો બહુ ફાયદો થયો નથી.
રામ રહીમનો પ્રભાવ ધરાવતી 28 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસે 15 બેઠકો જીતી છે જ્યારે ભાજપે 10 બેઠકો મળી છે. 2 બેઠકો INLD અને એક અપક્ષ ઉમેદવારે જીતી છે.
આ વિસ્તારોમાં કોંગ્રેસનો સ્ટ્રાઈક રેટ 53.57 ટકા તો ભાજપનો 35.71 ટકા, INLDનો 7 ટકા અને અપક્ષોનો 3.57 ટકા હતો. આ એક કારણ છે કે હરિયાણા કોંગ્રેસના મોટાભાગના નેતાઓ રામ રહીમની પેરોલ પર અવાજ ઉઠાવી રહ્યા નહોતા.
કોંગ્રેસે ફતેહાબાદ, રતિયા, તોહના, કલાયત, કૈથલ, શાહબાદ, થાનેસર, પેહોવા, કાલનવલી, સિરસા, એલનાબાદ, આદમપુર, ઉકલાના, નરનૌંદની બેઠકો જીતી લીધી છે.
બીજેપીએ હાંસી, બરવાળા, નલવા, અસંધ, ઘરૌંડા, કરનાલ, ઈન્દ્રી, નિલોખારી, લાડવા, પુંડરી જીતી છે. INLDના ડબવાલી, રાનિયા અને અપક્ષ સાવિત્રી જિંદાલ હિસાર બેઠક પરથી જીત્યા છે.
અહેવાલો અનુસાર, 3 ઓક્ટોબરે ડેરા સચ્ચા સૌદા ચીફ રામ રહીમે સિરસામાં અધિકારીઓને બીજેપીની તરફેણમાં મત આપવા અપીલ કરી હતી. સત્સંગ દરમિયાન રામ રહીમે પોતાના સમર્થકોને દરેક બૂથ પર ઓછામાં ઓછા પાંચ મતદારો લાવવા કહ્યું હતું.












Click it and Unblock the Notifications
