Haryana Election Result : આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસ હરિયાણા હારી, વિશ્વાસ ન હોય તો જોઈ લો આંકડા

Haryana Election Result 2024 : બીજેપીની કટ્ટર વિરોધી હોવા છત્તા ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી બીજેપીની બી ટીમ બનીને કામ કરી રહી છે. આ વાત અમે નથી કહેતા પણ આંકડા જણાવે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે જો કોંગ્રેસે હરિયાણામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયુ હોત તો ચિત્ર જુદુ હોત.

Haryana Election Result 2024

રાજ્યમાં પાર્ટીના જનાધાર કરતા વધુ સીટો માંગવાને કાણે કોંગ્રેસ-આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયુ નહોતુ. હવે પરિણામમાં આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોની જમાનત પણ નથી બચાવી શકી અને કોંગ્રેસની હારનું કારણ બની છે.

એક્ઝિટ પોલથી વિપરીત ઈલેક્શન કમિશનના આંકડા દર્શાવે છે કે આમ આદમી પાર્ટીએ ઘણી બેઠકો પર કોંગ્રેસની જીતને હારમાં પરિવર્તિત કરી દીધી છે.

આમ આદમી પાર્ટીએ હરિયાણામાં 90 વિધાનસભા સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા પરંતુ એક પણ જીતી શક્યા નથી. આનાથી વિપરીત ડબવાલી, આદમપુર, અસંધ સહિત કેટલીક બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીએ મતોનું વિભાજન કરતા હાર્યા છે. આ બેઠકો પર આમ ઉમેદવારોને જીતના માર્જીન કરતા વધુ વોટ મળ્યા છે.

ડબવાલી ડબવાલી બેઠક
ભારતીય રાષ્ટ્રીય લોકદળના ઉમેદવાર આદિત્ય દેવી લાલ આ બેઠક પરથી જીત્યા છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર અમિત સિહાગ 610 મતોથી હારી ગયા. આ સીટ પર આમ આદમી પાર્ટીના કુલદીપ સિંહને 6606 વોટ મળ્યા છે.

આદમપુર
અહીં કોંગ્રેસના ચંદ્ર પ્રકાશ પુત્ર જીત્યા છે. અહીં બીજેપી ઉમેદવાર ભવ્ય બિશ્નોઈ 1268 મતોથી હારી ગયા. આ સીટ પર આમ આદમી પાર્ટીના ભૂપેન્દ્ર બૈનીવાલને 1814 વોટ મળ્યા છે.

અસંધ
યોગીન્દર સિંહ રાણા (ભારતીય જનતા પાર્ટી) આ બેઠક પરથી જીત્યા છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર શમશેર સિંહ ગોગી (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) 2306 મતોથી હારી ગયા છે. આ સીટ પર આમ આદમી પાર્ટીના અમનદીપ સિંહ જુંડલાને 50471 વોટ મળ્યા છે.

આ ઉપરાંત જગાધરીમાં 43813 મત મળ્યા, મહેન્દ્રગઢ 1692 મત, નારનૌલ 6188 મત, પંચકુલા 3332 મત, રાનિયામાં 4697 મત અને લોહારૂમાં 80530 મત મળ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X