Haryana Election Result : હરિયાણા હરાવનારા નેતાઓ વિરૂદ્ધ મોટી કાર્યવાહીની તૈયારીમાં કોંગ્રેસ?

Haryana Election Result : હરિયાણામાં જીતેલી બાજી હાર્યા બાદ કોંગ્રેસ હાઈ કમાન્ડ ખફા છે. હાઈ લેવલ તપાસ કમિટીની રચના કરાઈ છે અને અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રિપોર્ટ માંગી છે.

અહેવાલો અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ હરિયાણા ચૂંટણીને લઈને એક રિપોર્ટ માંગ્યો છે. આ રિપોર્ટથી હારના કારણોની તપાસ થશે.

Haryana Election Result

ખડગેએ કહ્યું કે, અમે હરિયાણામાં શું થયું તેનો રિપોર્ટ માંગ્યો છે, રિપોર્ટ આવ્યા બાદ બધુ સ્પષ્ટ થઈ જશે. હરિયાણામાં કોંગ્રેસની જીત થઈ રહી હતી અને પરિણામો પહેલા જ ભાજપના કેટલાક નેતાઓ માની રહ્યા હતા કે હરિયાણામાં કોંગ્રેસ જીતી રહી છે, એવું તો શું થયુ કે કોંગ્રેસની હાર થઈ?

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, હરિયાણામાં કોઈ ગઠબંધન પાર્ટનર નથી, જમ્મુ અને કાશ્મીરમાં ઈન્ડિયા ગઠબંધન છે પરંતુ હરિયાણામાં આ પ્રકારનું કોઈ જોડાણ ભાગીદાર નથી. ત્યાં કમ્યુનિસ્ટ પાર્ટી હતી. જો અમે જીતીએ તો ઘણા લોકો તેનો શ્રેય લે છે અને જો અમે હારીએ તો ઘણા લોકો ટીકા કરે છે.

ખડગેએ આ રિપોર્ટ એવા સમયે માંગ્યો છે જ્યારે સોશિયલ મીડિયા પર એક ડેટા ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે પોસ્ટલ બેલેટ વોટિંગમાં કોંગ્રેસને બમ્પર બહુમતી મળી છે.

બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ ચૂંટણી પરિણામોમાં ગેરરીતિના આરોપો અંગે ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. આ પત્રમાં કોંગ્રેસે ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પરિણામો દરમિયાન મતોની ગણતરી જાણી જોઈને ઓછી ઝડપે કરવામાં આવી.

ચૂંટણી પરિણામોમાં ગેરરીતિના આરોપો પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પત્રના જવાબમાં ચૂંટણી પંચે પત્ર મોકલ્યો છે. ખડગેના પત્ર બાદ ચૂંટણી પંચે આક્ષેપો કરનારા કોંગ્રેસના નેતાઓને મળવાનું કહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X