Haryana Election Result : માત્ર 1 ટકા મતોના ફેરફારે હરિયાણાના સંપુર્ણ સમીકરણ કેવી રીતે બદલાયા? જાણો વિગતે

Haryana Assembly Election Result 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણીઓના પરિણામે કોંગ્રેસ પાર્ટી સાથે સાથે રાજકિય વિશ્લેષકોને પણ મોટો જાટકો આપ્યો છે.

હરિયાણામાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી અને માત્ર 1 ટકા મતના ફેરફાર સાથે કોંગ્રેસ સત્તામાં આવવાથી અટકી ગઈ.

Haryana Election Result

અહીં બીજેપીને 48 અને કોંગ્રેસને 37 સીટો મળી છે. ચૌકાવનારી બાબત એ છે હરિયાણા સરકારના 9 મંત્રીઓ અને સ્પીકરને હારનો સામનો કરવો પડ્યો છે. આ સિવાય ગઈ ચૂંટણીમાં કિંગમેકર રહેલી જેજેપી ખાતુ પણ ખોલાવી શકી નથી.

હરિયાણામાં બીજેપીને 39.94 ટકા વોટ મળ્યા છે તો કોંગ્રેસને 39.09 ટકા મત મળ્યા. બન્ને વચ્ચે માત્ર 0.85 ટકા મતનો જ તફાવત છે.

રાજ્યના 55 લાખ 48 હજાર 800થી વધુ લોકોએ ભાજપને અને 54 લાખ 30 હજાર 600થી વધુ લોકોએ કોંગ્રેસને વોટ આપ્યા. બંનેને મળેલા કુલ મતોમાં 1 લાખ 18 હજાર મતનો જ તફાવત છે.

દિલ્હી અને પંજાબ બાદ હરિયાણામાં સરકાર બનાવવાનો દાવો કરનારી આમ આદમી પાર્ટી પણ ખાતુ ખોલાવી શકી નથી. આમ આદમી પાર્ટીને માત્ર 1.79 ટકા મત મળ્યા.

આ સિવાય ઇન્ડિયન નેશનલ લોકદળ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડનાર બસપાને 1.82 ટકા વોટ, સીપીઆઈને 0.01 ટકા, સીપીઆઈ (એમ)ને 0.25 ટકા, ઈન્ડિયન નેશનલ લોકદળને 4.14 ટકા, જેજેપીને 0.90 ટકા, નોટાને 0.38 ટકા અને અપક્ષોને 11.64 ટકા વોટ મળ્યા.

આ ચૂંટણીમાં સૌથી ચૌકાવનારા પરિણામો દુષ્યંત ચૌટાલા માટે રહ્યાં. એક રીતે કહી શકાય કે આ ચૂંટણી ચૌટાલા રાજનીતિનો અંત બનીને આવી છે. દુષ્યંત ચૌટાલા ખુદ ખરાબ રીતે હાર્યા અને માત્ર 7950 મત જ મળ્યા. તે બીજેપી સામે 41018 મતોથી ખરાબ રીતે હાર્યા.

રાજ્યમાં કોંગ્રેસને મતની ટકાવારી અને સીટો બન્નેમાં વધારો થયો છે. જો આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન થયુ હોત તો પણ ચિત્ર અલગ હોત. આમ એક ટકા મત કોંગ્રેસ માટે વધુ 5 વર્ષના સત્તાના વનવાસનું કારણ બન્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X