haryana election result : હરિયાણાની જે સીટો પર રાહુલ ગાંધીએ પ્રચાર કર્યો ત્યાં કેવા પરિણામ આવ્યા?
Haryana election result 2024 : હરિયાણા ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ ભરે હારી હોય પરંતુ તેની રણનીતિની ખુબ ચર્ચા રહી છે. અહીં રાહુલ ગાંધીએ 12 જેટલી સભાઓ સંબોધિત કરી હતી.
બીજેપીની નફરતની રાજનીતિથી વિપરીત મહોબ્બતની રાજનીતિ માટે નીકળેલા રાહુલ ગાંધી અને તેમની પાર્ટીને સત્તા નથી મળી પરંતું સીટો અને મતની ટકાવારીમાં ચોક્કસ વધારો થયો છે.

રાહુલ ગાંધીએ હરિયાણામાં 12 ચૂંટણી કાર્યક્રમો યોજ્યા હતા. જેમાં રેલીઓ, જાહેર સભાઓ અને પ્રવાસ સામેલ હતા. તેમની સક્રિય હાજરી છતાં કોંગ્રેસ તે 12 વિધાનસભા બેઠકો પર સારો દેખાવ કરી શકી નથી.
રાહુલે જ્યાં ચૂંટણી પ્રચાર કર્યો તેમાં મહેન્દ્રગઢ, નુહ, સોનીપત, ગોહાના, થાનેસર, નારાયણગઢ, બરવાલા, ગણૌર, બહાદુરગઢ અને અસંધ વિધાનસભા બેઠકો સામેલ છે. આમાંથી પાર્ટીએ માત્ર થાનેસર, નૂહ અને નારાયણગઢની બેઠકો જીતી છે.
રાહુલ ગાંધીએ પ્રચાર કર્યો તે 12 વિધાનસભા મતવિસ્તારોમાંથી કોંગ્રેસ પાંચ સીટો જીતી શકી છે. આ વિસ્તારોમાં ભાજપને ચાર બેઠકો મળી છે. ગનૌર, સોનીપત અને બહાદુરગઢમાં અપક્ષ ઉમેદવારોએ વિજય મેળવ્યો છે. ગણૌરમાં કોંગ્રેસના ઉમેદવાર બીજા ક્રમે રહ્યા.
પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ સ્ટેજ પર કુમારી શૈલજા અને ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સાથે હાથ મિલાવીને એકતા દેખાડવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહ્યો. પાર્ટીનો આંતરિક કલહ ત્યારે સ્પષ્ટ થઈ ગયો જ્યારે વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને રણદીપ સુરજેવાલાના સમર્થકો સાથે અથડામણ થઈ ગઈ.
કુમારી શૈલજાનો અસંતોષ ખાસ ધ્યાન ખેંચતો હતો. ચૂંટણી દરમિયાન તેમની છાવણીએ અલગ અભિગમ અપનાવ્યો હતો. તે લાંબા સમય સુધી પ્રચારથી દૂર રહ્યાં અને જ્યારે જોડાયા ત્યારે અનિચ્છાએ ભાગ લીધો.












Click it and Unblock the Notifications
