Haryana Election Results : હરિયાણામાં કોંગ્રેસ કેમ હારી? આ રહ્યાં કારણો
Haryana Assembly Election Results 2024 : હરિયાણામાં એક્ઝિટ પોલથી વિપરીત કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી હારતી દેખાઈ રહી છે તો બીજેપીની સરકાર બની રહી છે.
આ ચૂંટણીમાં કોંગ્રેસ જીતી રહી હોવાના દાવાથી વિપરીત બીજેપીની સરકાર બનતા કોંગ્રેસની હાર પાછળના કારણોની ચર્ચા થઈ રહી છે.

રાહુલ ગાંધીની લોકપ્રિયતા અને બીજેપીના ભારે વિરોધ છત્તા એવુ તો શું થયુ કે કોંગ્રેસ જીતેલી બાજી હારી ગઈ? આજે આપણે આમ થવા પાછળના કેટલાક કારણો તપાસવાના છીએ.
હરિયાણામાં કોંગ્રેસની હારનું સૌથી મોટું કારણ જૂથવાદ માનવામાં આવે છે. કુમારી શૈલજાનો રોષ ખુલ્લેઆમ લોકો સામે આવ્યો હતો.
કોંગ્રેસ ઘણી સીટો પર 10 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી પર ભરોસો કરતી જોવા મળી હતી. આ સિવાય જૂન 2024માં લોકસભા ચૂંટણીમાં પાંચ બેઠકો જીતનારી કોંગ્રેસ વધારે પડતી ઉત્સાહિત દેખાઈ હતી.
- કોંગ્રેસની હારનું સૌથી મોટું કારણ જૂથવાદ માનવામાં આવે છે. કુમારી શૈલજાનો રોષ ખુલ્લેઆમ સામે આવ્યો. અશોક તંવરની વાપસી પણ કોંગ્રેસના નુકસાનને કાબૂમાં રાખી શકી નથી.
- કોંગ્રેસ ઘણી સીટો પર 10 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી પર ભરોસો કરતી જોવા મળી હતી. આ સિવાય જૂન 2024માં લોકસભા ચૂંટણીમાં પાંચ બેઠકો જીતનારી કોંગ્રેસ પણ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ હતી.
- લોકસભા ચૂંટણીમાં બંધારણ અને અનામતના મુદ્દે ભાજપ વિરુદ્ધ રણશિંગુ વગાડનાર કોંગ્રેસે હરિયાણામાં આ જ યુક્તિ રમી પરંતુ અહીં પણ તે ભાજપની રણનીતિને તોડી શકી નહીં.
- કોંગ્રેસના ઘણા નેતાઓ પોતપોતાની બેઠકો સુધી જ સીમિત રહ્યા. આ ઉપરાંત ચૂંટણી દરમિયાન અન્ય પક્ષોના લોકોને જોડવાનો મુદ્દો પણ કેટલીક બેઠકો પર કોંગ્રેસ માટે નુકસાનકારક રહ્યો.
- હરિયાણામાં કોંગ્રેસ ભાજપના લાભાર્થી વર્ગને કાપી શકી નથી. આ સિવાય રેસલરો અને ખેડૂતોનો મુદ્દો તેના માટે ફાયદાકારક ન રહ્યો.












Click it and Unblock the Notifications
