For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Haryana Elections 2019: રાહુલ ગાંધી 14 ઓક્ટોબરથી કોંગ્રેસના પ્રચારમાં ઉતરશે

Haryana Elections 2019: રાહુલ ગાંધી 14 ઓક્ટોબરથી કોંગ્રેસના પ્રચારમાં ઉતરશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈ રાજનૈતિક પાર્ટીઓ ચૂંટણી અખાડામાં ઉતરી ચૂકી છે. તાબડતોડ રેલીઓ શરૂ થઈ ગઈ છે. રાજનૈતિક પાર્ટીઓ પોતાના દિગ્ગજ નેતાઓને ચૂંટણી પ્રચારમાં ઉતારી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હરિયાણા વિધાસભા ચૂંટણીમાં ભાજપ માટે રેલી કરશે. જ્યારે કોંગ્રેસ પાર્ટી રાજ્યની સત્તામાં વાપસીની ઉમ્મીદ લગાવીને બેઠી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 14 ઓક્ટોબરે હરિયાણામાં ચૂંટણી પ્રચાર કરશે.

rahul gandhi

જણાવી દઈએ કે કોંગ્રેસ ફરી એકવાર ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની કપ્તાનીમાં સત્તામાં વાપસીનું સપનું જોઈ રહી છે. કોંગ્રેસ 11 ઓક્ટોબરે જ પોતાનો મેનિફેસ્ટો જાહેર કરશે. માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ ફરી એકવાર હરિયાણામાં પણ કિસાન કાર્ડ રમવની તૈયારી કરી રહી છે.

કોંગ્રેસને ટક્કર આપવા માટે ભાજપે ચૂંટણી પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ ચૂંટણઈ પ્રચાર માટે ઉતાર્યા છે. પીએમ મોદી પ્રદેશમાં ચાર રેલીઓ કરશે. પીએમ મોદીની પહેલી રેલી 14 ઓક્ટોબરે બલ્લભગઢ, બીજી અને ત્રીજી રેલી 15 ઓક્ટોબરે દાદરી અને બપોર બાદ થાનેસરમાં થશે. જ્યારે ચોથી રેલી 18 ઓક્ટોબરે હિસારમાં થશે. ઉલ્લેખનીય છે કે હરિયાણામાં વિધાનસભાની કુલ 90 સીટ પર 21 ઓક્ટોબરે મતદાન થનાર છે. 24મી ઓક્ટોબરે મતગણતરી થશે.

સમય પર એમ્બ્યુલન્સ ન પહોંચતા ગુજરાતના CM વિજય રુપાણીના પિતરાઈ ભાઈનુ મોતસમય પર એમ્બ્યુલન્સ ન પહોંચતા ગુજરાતના CM વિજય રુપાણીના પિતરાઈ ભાઈનુ મોત

English summary
haryana elections 2019: rahul gandhi will start campaign in haryana from 14th october
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X