Haryana Exit Poll : હરિયાણામાં આમ આદમી પાર્ટીને કેટલી સીટો? જાણો શું કહે છે એક્ઝિટ પોલ?

Haryana Exit Poll : દિલ્હી અને પંજાબ બાદ હરિયાણા જીતવા મેદાને ઉતરેલી આમ આદમી પાર્ટીને એક્ઝિટ પોલમાં મોટો ઝટકો લાગતો જોવા મળી રહ્યો છે.

એક્ઝિટ પોલ પર વિશ્વાસ કરીએ તો આમ આદમી પાર્ટી માટે હરિયાણા ચૂંટણી બહુ ખાસ નથી રહી. અહીં આમ આદમી પાર્ટી ખાતુ ખોલાવશે કે નહીં તે પણ એક સવાલ છે.

Haryana Exit Poll

સામે આવેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ એકલા દમ પર સત્તામાં પરત ફરી રહી છે અને બીજેપી 10 વર્ષ બાદ રાજ્યની સત્તા ગુમાવી રહી છે. અહીં આમ આદમી પાર્ટી મુશ્કેલીથી 1 સીટ જીતી શકે છે.

પોલ ઓફ પોલ્સ અનુસાર, હરિયાણામાં ભાજપને 25 બેઠકો મળી શકે છે તો કોંગ્રેસ ગઠબંધનને 55 આસપાસ બેઠકો મળવાનો અંદાજ છે.

આ સિવાય જેજેપી ગઠબંધનને એક બેઠક મળી શકે છે, IALD ગઠબંધનને 3 બેઠકો અને અન્યને 6 બેઠકો મળી શકે છે. જો આમ થશે તો રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની શકે છે. મોટાભાગના પોલ્સમા આમ આદમી પાર્ટીને 0 થી 2 સીટો મળવાનો અંદાજ દર્શાવાયો છે. કેટલાક પોલ્સમાં તો આમ આદમી પાર્ટીનું ખાતુ પણ નથી ખુલી રહ્યું.

એક્ઝિટ પોલ અનુસાર, આમ આદમી પાર્ટીને કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરવુ ભારે પડી શકે છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં પાર્ટીનું ખાતું નથી ખુલી રહ્યું ત્યારે કોંગ્રેસ મોટી જીત સાથે ચૂંટણી જીતી રહી છે. જો આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યુ હોત તો સરકારમાં સાથે રહેવાનો પણ મોકો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X