For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરિયાણામાં ભાજપ સરકાર, ઉડી ગઇ વાડ્રાની રાતોની ઉંઘ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 ઓક્ટોબરઃ હરિયાણામાં મનોહર લાલ ખટ્ટરના નેતૃત્વમાં બનેલી ભાજપ સરકારના કારણે રોબર્ટ વાડ્રાની રાતોની ઉંઘ ઉડી ગઇ હશે.

robert-vadra-sleepless-nights
નવી સરકાર વાડ્રાના જમીનના સોદાની તપાસ કરાવશે અને જો વાડ્રા દોષી જાહેર થાય છે તો મુખ્યમંત્રી રહી ચૂકેલા ભુપેન્દ્ર સિંહ હુડ્ડા વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. વાડ્રા પર આરોપ છેકે તેમને હરિયાણા સરકારે સામાન્ય કિંમતના ભાવે જમીન અપાવી જેથી તેને વેંચીને મોટી રકમ મેળવી શકાય.

વાડ્રાને રાહત આપવાનો પ્રશ્ન જ નથી ઉઠતો
સૂત્રોનું કહેવું છેકે વાડ્રાને કોઇપણ પ્રકારની રાહત આપવાનો પ્રશ્ન જ નથી ઉઠતો કારણ કે ભાજપ લોકસભા અને તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં તેમના કૌભાંડોને જનતાની વચ્ચે લઇને આવતી રહી છે. હરિયાણા ભાજપના મહાસચિવ અને ધારાસભ્ય કંવર પાલ ગુર્જરે કહ્યું કે, હુડ્ડા વિરુદ્ધ પાર્ટી દ્વારા તૈયાર કરવામાં આવેલા આરોપપત્રોની પણ તપાસ કરવામાં આવશે.

તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ સરકારમાં જમીનોને લઇને મોટા કૌભાંડો થયા હતા અને આ કૌભાંડોએ પ્રદેશને કૌભાંડોનો પ્રદેશ બનાવીને રાખી દીધો હતો. જાણકારો અનુસાર ભાજપ સરકાર એ સ્થળોની જાણકારી મેળવશે, જેના કારણે પ્રદેશ ખનન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. જેના કારણે માત્ર રાજ્ય સરકારની તિજોરીને જ કરોડોનું નુક્સાન થયું નથી, પરંતુ સામાન્ય લોકોને રેતી ખરીદવા માટે દશ ગણી મોંઘી કિંમત આપવી પડી હતી.

English summary
Haryana government to probe shady deals of Robert Vadra. He is allegedly earned huge money in such deals.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X