For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસે ઈનેલોને આપ્યો આંચકો, અશોક અરોરા સહિત 4 નેતાઓની એન્ટ્રી

હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા રાજકીય પક્ષના નેતાઓ વચ્ચે પક્ષાંતરની ગેમ ચાલી રહી છે. ભાજપ બાદ હવે કોંગ્રેસે ઈન્ડિયન નેશનલ લોકદળને મોટો આંચકો આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા રાજકીય પક્ષના નેતાઓ વચ્ચે પક્ષાંતરની ગેમ ચાલી રહી છે. ભાજપ બાદ હવે કોંગ્રેસે ઈન્ડિયન નેશનલ લોકદળને મોટો આંચકો આપ્યો છે. ઈનેલોના પૂર્વ રાષ્ટ્રીય ઉપાદ્યક્ષ સહિત મોટા નેતાઓએ કોંગ્રેસનો હાથ થામ્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી ગુલામ નબી આઝાદે રવિવારે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને આ વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે ઈનેલોમાં 15 વર્ષ પ્રદેશાધ્યક્ષ અને મંત્રી રહેલા અશોક અરોડા, પૂર્વ મંત્રી સુભાષ ગોયલ, બે વખના ધારાસભ્ય પ્રદીપ ચૌધરી અને પૂર્વ મંત્રી જસવિંદર સિંહ સિંધુના પુત્ર ગગનજોત કોંગ્રેસમાં સામેલ થયા છે.

કોંગ્રેસે પણ ઈનેલોના 2 નેતાઓને સામેલ કર્યા

કોંગ્રેસે પણ ઈનેલોના 2 નેતાઓને સામેલ કર્યા

ઈનેલોના નેતાઓ ઉપરાંત કલાયતથી અપક્ષ ધારાસભ્ય જયપ્રકાશ પણ કોંગ્રેસમાં સામેલ થયા છે. જયપ્રકાશ વિધાનસભામાં મોટા ભાગના મુદ્દાઓ પર કોંગ્રેસને સાથ આપતા હતા. તો ઈનેલોના ધારાસભ્યોની સંખ્યા નહિવત્ થઈ ગઈ છે. હાલ પાર્ટીમાં ખૂબ ઓછા નેતાઓ બચ્યા છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ઈનેલોનું પ્રદર્શન સારુ રહ્યું હતું, પરંતુ પછી તેના ધારાસભ્યો સતત ઘટ્યા છે.

પહેલીવાર 17 ધારાસભ્યોએ આપ્યું રાજીનામુ

પહેલીવાર 17 ધારાસભ્યોએ આપ્યું રાજીનામુ

તો પક્ષાંતરની કોશિશમાં રાજ્યભરમાંથી અત્યાર સુધીમાં 17 ધારાસભ્યો રાજીનામુ આપી ચૂક્યા છે. રાજ્યના ઈતિહાસમાં પહેલીવાર આવી ઘટના નોંધાઈ છે. જેને કારણે હવે વિધાનસભાની 18 બેઠકો ખાલી પડી છે. પહેલીવાર થશે કે આટલા ધારાસભ્યોની ખાલી બેઠકો સાથે વિધાનસભા ભંગ થશે.

રાજીનામુ આપનાર મોટાભાગના ધારાસભ્યોએ ભાજપ જોઈન કર્યું

રાજીનામુ આપનાર મોટાભાગના ધારાસભ્યોએ ભાજપ જોઈન કર્યું

રાજીનામુ આપનાર મોટા ભાગના ધારાસભ્યો ઈનેલો છોડીને બીજા પક્ષમાં જોડાઈ ચૂક્યા છે. સૌથી વધુ નુક્સાન ઈનેલોને થયું છે. 2014માં ઈનેલોને 19 બેઠકો મળી હતી. જે હવે માત્ર 3 જ બચી છે. આ ત્રણ ધારાસભ્યોમાં વિપક્ષના પૂર્વ નેતા અભય ચૌટાલા, વેદ નારંગ અને ઓમપ્રકાશ બરવા છે. જ્યારે ભાજપે 2014માં 47 બેઠકો જીતી હતી, હવે તેમની પાસે 59 બેઠકો છે. રાજ્યમાં એક ધારાસભ્યનું નિધન થયું છે, તે પણ ઈનેલોના જ હતા.

એક સમયે 6 ધારાસભ્યોએ આપ્યા હતા રાજીનામા

એક સમયે 6 ધારાસભ્યોએ આપ્યા હતા રાજીનામા

હરિયાણામાં 17 ધારાસભ્યોએ તો આ જ કાર્યકાળમાં રાજીનામુ આપ્યું છે. આ પહેલા 1994થી 2004ના ગાળામાં ભાજપના છ ધારાસભ્યોએ રાજીનામુ આપ્યું હતું. જો કે પહેલીવાર આટલી મોટી સંખ્યામાં ધારાસભ્યોએ રાજીનામા આપ્યા અને હરિયાણા વિધાનસભાના સ્પીકરે તમામ રાજીનામા સ્વીકાર્યા છે. આ તમામ ધારાસબ્યોનો કાર્યકાળ પૂરો થઈ ચૂક્યો છે અને તે ચૂંટણી પહેલા જ પૂર્વ ધારાસભ્ય બની ચૂક્યા છે.

લોકસભામાં ચૂંટણીમાં ભાજપે જીતી તમામ બેઠકો

લોકસભામાં ચૂંટણીમાં ભાજપે જીતી તમામ બેઠકો

આ વર્ષે મે મહિનામાં થયેલી લોકસભાની ચૂંટણીમાં રાજ્યની તમામ 10 બેઠકો પર ભાજપે પહેલીવાર જીત મેળવી હતી. હરિયાણાની રચના થયા બાદ મોટા ભાગની ચૂંટણીમાં દબદબો જાળવનાર કોંગ્રેસને એક પણ બેઠક નહોતી મળી. આ પહેલા 2014માં લોકસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યની 7 લોકસભા બેઠકો પર જીત નોંધાવી હતી.

ઓક્ટોબર-નવેમ્બરમાં ચૂંટણીની શક્યતા

ઓક્ટોબર-નવેમ્બરમાં ચૂંટણીની શક્યતા

હરિયાણા વિધાનસભા ચૂંટણી ઓક્ટોબર-નવેમ્બરમાં થઈ શકે છે. 2014માં ભાજપે 47 બેઠકો પર જીત મેળવી હતી. રાજ્યમાં કુલ 90 વિધાનસભા બેઠકો છે. આ વખતે શાહે કાર્યકર્તાઓને 75 પારનો ટાર્ગેટ આપ્યો છે.

આ પણ વાંચો: રાજસ્થાનમાં બસપાને ઝાટકો, તમામ 6 ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ

English summary
haryana politics indlds four leaders joined congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X