રાજસ્થાનમાં બસપાને ઝાટકો, તમામ 6 ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ
રાજસ્થાનમાં બસપાને ઝાટકો, તમામ 6 ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ
નવી દિલ્હીઃ રાજસ્થાનમાં બહુજન સમાજ પાર્ટીને મોટો ઝાટકો લાગ્યો છે. અહીં પાર્ટીના તમામ 6 ધારાસભ્યોએ પાર્ટીનો સાથ છોડી દીધો છે. બસપાના તમામ ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. રાજસ્થાનમાં બસપા ધારાસભ્ય જોગિંદર સિંહ અવાનાએ કહ્યું કે અમે બધાએ અમારો સત્તાવાર પત્ર સોંપ દીધો છે. અમારી સામે ઘણા પડકારો હતા. એક તરફ જ્યાં અમે પ્રદેશમાં કોંગ્રેસનું સમર્થન કરી રહ્યા હતા ત્યાં બીજી તરફ અમે તેમની વિરુદ્ધ લોકસભા ચૂંટણી લડી રહ્યા છીએ. જોગિંદર સિંહ અવાનાએ કહ્યું કે અમે અમારા સંસદીય ક્ષેત્રના વિકાસને જોતા અને અમારા પ્રદેશની જનતાની ભલાઈ માટે આ પગલું ભર્યું છે.













Click it and Unblock the Notifications
