For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

40,000 જવાનો પર ભારે પડી ભક્તોની જીદ, સંત રામપાલની ધરપકડ થઇ શકી નહી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બરવાલા, 17 નવેમ્બર: શનિવારે લાંબી કશ્મકશ બાદ પણ બરાવાલાથી સંત રામપાલની ધરપકડ થઇ શકી નહી. જો કે વહિવટીતંત્રએ સંત રામપાલના આખા આશ્રમને છાવણીમાં બદલી દિધો હતો પરંતુ સંતોની જીદના લીધે હજુ સુધી સંત રામપાલને પોલીસ પોતાના કબજામાં લઇ શકી નથી. સતલોક આશ્રમમાં હજારો મહિલાઓ અને બાળકો, પુરૂષ અનુયાયીઓ સાથે સંત રામપાલને ધરપકડથી બચવા માટે ઘેરાબંધી બનાવીને ઉભા છે અને તેમને સુરક્ષા આપી રહ્યાં છે. તેમણે આશ્રમમાં પ્રવેશના બધા રસ્તાઓને માનવ શૃંખલા દ્રારા બંધ કરી દિધો છે.

અત્યારે બરાવાલા સહિત આખા વિસ્તારમાં જોરદાર તણાવ છે, પોલીસ એટલા માટે કડકાઇ દાખવી શકતી નથી. સંત રામપાલને સોમવારે સવારે 10 વાગે પંજાબ તથા હરિયાણા હાઇકોર્ટમાં રજૂ કરવાના છે. તેમના ઉપર હત્યા અને હત્યાનું કાવતરું રચવાના આરોપ લાગ્યા છે. આ ઉપરાંત સંત રામપાલ પર કોર્ટની અવગણનાનો આરોપ પણ છે.

santrampal-600

જો કે સંત રામપાલના પ્રવક્તાનું કહેવું છે કે સંત કોર્ટમાં જરૂર હાજર થશે પરંતુ તે મેડિકલ ફિટ નથી, તે પહેલાં પણ કોર્ટની સુનાવણીમાં સામેલ થયા છે. તે તેનાથી બચવાનો પ્રયત્ન કરી રહ્યાં નથી એટલા માટે તેમના ઉપર લગાવવામાં આવી રહેલા કાયદાની અવગણનાનો આરોપ ખોટો છે. સુનાવણી તો વીડિયો કોંફ્રેસના માધ્યમથી પણ થઇ શકે છે. વહિવટી તંત્રએ અમારી પાણી, વિજળી, દૂધ બધી વસ્તુઓની આપૂર્તિ બંધ કરી દિધી છે. આ વહિવટીતંત્ર દ્વારા અમારી ઉપર અત્યાચાર છે.

હાઇકોર્ટે ગત અઠવાડિયે પોલીસ અને હરિયાણા સરકારની આકરી ટિકા કરી હતી અને 17 નવેમ્બરના રોજ રામપાલના રોજ ન્યાયાલયમાં રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે પાંચ નવેમ્બરના રોજ રામપાલ વિરૂદ્ધ બિન જામીન વોરંટ જાહેર કર્યું હતું, પરંતુ પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરી શકી નહી.

English summary
Sant Rampal late Sunday night showed signs of relenting as his close aides said he would obey the High Court directive and appear before it on Monday if his "health" permits, easing the potential stand-off situation between authorities and his supporters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X