
મોહમ્મદ શમીના ધરપકડ વોરંટ પર હસીન જહાંએ નિવેદન આપ્યું
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી મુશ્કેલીમાં જોવા મળી રહ્યો છે. તેની પત્ની હસીન જહાં દ્વારા દાખલ ઘરેલુ હિંસા કેસમાં મોહમ્મદ શમી વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરાયું છે. 2018 માં, મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ મારપીટ, હત્યાની કોશિશ અને ઘરેલુ હિંસા જીવ ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. શમી હાલમાં વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પર છે. પશ્ચિમ બંગાળની અલીપુર અદાલતે મોહમ્મદ શમી અને તેના ભાઈ હસીબ અહેમદ વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કર્યું હતું, અને બન્નેને 15 દિવસની અંદર સરેન્ડર કરવાનું કહ્યું હતું. મોહમ્મદ શમી વિરુદ્ધ ધરપકડ વોરંટ બહાર પાડ્યા બાદ હવે આ કેસ અંગે હસીન જહાંનું નિવેદન પણ બહાર આવ્યું છે.

શમી વિચારે છે કે તેઓ ઘણા તાકાતવર છે
જ્યારે મોહમ્મદ શમી વિરુદ્ધ વોરંટ ઇસ્યુ થયા બાદ હસીન જહાંને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, હું ન્યાય પ્રણાલીની આભારી છું. હું એક વર્ષથી વધુ સમયથી ન્યાય માટે લડી રહી છું. તમે બધા જાણો છો, મોહમ્મદ શમી વિચારે છે કે તે ખૂબ શક્તિશાળી છે, શમી વિચારે છે કે તે એક મોટો ક્રિકેટર છે. જો હું પશ્ચિમ બંગાળની ન હોત અને મમતા બેનર્જી અમારી મુખ્યમંત્રી ન હોત તો હું અહીં સુરક્ષિત ન હોત. અમરોહા (ઉત્તર પરદેશ) ની પોલીસ મને અને મારી દીકરીને પરેશાન કરવાનો પ્રયાસ કરી રહી હતી. આ ભગવાનની કૃપા છે કે તેઓ તેમના ઉદેશમાં સફળ થયા નહીં

શમીના ઘણી મહિલાઓ સાથે સંબંધઃ હસીન જહાં
તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમી અને તેમની પત્ની હસીન જહાં વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. હજુ ગયા મહિને જ હસીન જહાંએ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીની બહેન ફરહત નક્વી સાથે મુલાકાત કરી હતી. વાસ્તવમાં ફરહત નક્વી ‘મેરા હક ફાઉન્ડેશન' નામના સંસ્થા ચલાવે છે અને તલાક પીડિત તેમજ સમાજે સતાવેલી મહિલાઓના હકની લડાઈ લડે છે. હસીન જહાંએ ફરહત નક્વી પાસે મદદ માંગી. હસીન જહાંએ કહ્યુ કે શમી સાથે તેમના છૂટાછેડા નથી થયા અને તે તેમની સાથે રહેવા ઈચ્છે છે. હસીન જહાંએ કહ્યુ કે તેમની સંપત્તિમાં મારો અને મારી દીકરીનો અધિકાર છે એટલા માટે હું સાસરીમાં રહેવા ગઈ તો મારા પર ત્રાસ કરવામાં આવ્યો. પોલિસ પ્રશાસને શમીના દબાણમાં મારી સાથે દૂર્વ્યવહાર કર્યો.

કોંગ્રેસમાં પણ શામેલ થઈ ચૂકી છે હસીન જહાં
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પહેલા ગયા વર્ષે જ હસીન જહાં કોંગ્રેસમાં શામેલ થઈ હતી. હસીન જહાંએ મુંબઈ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ સંજય નિરુપમની હાજરીમાં કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. હસીન જહાં અને મોહમ્મદ શમીનો કેસ હાલમાં કોર્ટમાં છે. હસીન જહાંએ માર્ચ 2018માં મોહમ્મદ શમી પર એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના આરોપ લગાવ્યા હતા. હસીન જહાંએ પોતાના ફેસબુક પેજ પર વૉટ્સએપ અને મેસેન્જરના અમુક સ્ક્રીનશૉટ શેર કરીને દાવો કર્યો કે શમીના ઘણી મહિલાઓ સાથે સંબંધ છે આ સાથે જ હસીન જહાંએ એ પણ દાવો કર્યો હતો કે મોહમ્મદ શમી મેચ ફિક્સિંગમાં પણ શામેલ છે ત્યારબાદ બીસીસીઆઈએ આરોપની તપાસ માટે એક કમિટી બનાવી હતી. બાદમાં હસીન જહાંના ફિક્સિંગ સાથે જોડાયેલા આરોપો ખોટા નીકળ્યા અને ક્લીન ચિટ મળ્યા બાદ શમીને ભારતીય ટીમનો નવો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો.

લગ્ન પહેલા મૉડલ હતી હસીન જહાં
ક્યારેક મૉડલિંગની દુનિયામાં કેરિયર બનાવવાના સપના જોનારી હસીન જહાંએ જૂન 2014માં મોહમ્મદ શમી સાથે લગ્ન કર્યા હતા. મોહમ્મદ શમી અને હસીન જહાંની પહેલી મુલાકાત વર્ષ 2012માં થઈ હતી. તે સમયે હસીન જહાં મૉડલિંગમાં પોતાનુ કેરિયર બનાવી રહી હતી જ્યારે મોહમ્મદ શમી ટીમ ઈન્ડિયામાં શામેલ થવા માટે પ્રયા કરી રહ્યા હતા. લગભગ બે વર્ષના અફેર બાદ બંનેએ પોતાના ઘરવાળાની મંજૂરીથી લવ મેરેજ કર્યા હતા પરંતુ આ લગ્ન માટે હસીન જહાંએ પોતાનુ મૉડલિંગનું કેરિયર છોડવુ પડ્યુ.
આ પણ વાંચો: શમીની પત્ની સાસરીમાં પહોંચી, અડધી રાત્રે પોલીસે ઘરની બહાર કાઢી