For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શમીની પત્ની સાસરીમાં પહોંચી, અડધી રાત્રે પોલીસે ઘરની બહાર કાઢી

ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં રવિવારે સાંજે અચાનક પોતાની સાસરી સહસપૂર અલીગઢ પહોંચી ગઈ.

|
Google Oneindia Gujarati News

ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં રવિવારે સાંજે અચાનક પોતાની સાસરી સહસપૂર અલીગઢ પહોંચી ગઈ. પોતાની દીકરી બેબો અને તેની આયા સાથે જેવી તે ઘરમાં દાખલ થઇ ત્યારે તેની સાસુ અને દેવરે તેની સાથે ઝગડો શરુ કરી દીધો અને તેને રોકવાની કોશિશ કરી પરંતુ હસીન જહાં જબરજસ્તી ઘરમાં ઘુસી ગઈ. હંગામો વધી જવા પર તેમના ઘરની બહાર લોકોની ભીડ જામી ગઈ અને તેમાંથી કોઈએ પોલીસને તેની જાણકારી આપી. ત્યારપછી પોલીસ ત્યાં પહોંચી અને હસીન જહાંને ઘરની બહાર કાઢી મૂકી. મોહમ્મદ શમીની માતાએ આરોપ લગાવ્યો છે કે હસીન જહાં જબરજસ્તી ઘરમાં ઘુસી આવી, જે કાનૂનની વિરુદ્ધ છે.

આ પણ વાંચો: મોહમ્મદ શમી અને હસીન જહાંની લડાઈમાં માસૂમ દીકરીનું નુકશાન

હસીન જહાં સાસરીમાં પહોંચી

હસીન જહાં સાસરીમાં પહોંચી

ઘરમાં પહોંચેલી મહિલા એસઓને હસીન જહાંને સાફ શબ્દોમાં કહ્યું કે તે પોતાના પતિના ઘરે આવી છે, આ મારુ અને મારા પતિનું ઘર છે, હું અહીં જ રહીશ, પરંતુ અડધી રાત્રે પોલીસ હસીન જહાંને ઘરથી બહાર કાઢીને પોતાની સાથે પોલીસ ચોકી લઇ આવી. હવે હસીન જહાંને અમરોહા જિલ્લા હોસ્પિટલમાં પોલીસે પોતાની નજર હેઠળ બેસાડી રાખી છે.

મારી સાથે અત્યાચાર થઇ રહ્યો છે: હસીન જહાં

મારી સાથે અત્યાચાર થઇ રહ્યો છે: હસીન જહાં

હસીન જહાંને મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે તેની સાથે અત્યાચાર થઇ રહ્યો છે. તેને સરકાર પાસે પણ મદદ માંગી છે.

પોલીસ પર અત્યાચાર કરવાનો આરોપ

પોલીસ પર અત્યાચાર કરવાનો આરોપ

હસીન જહાંને કહ્યું કે આખરે યોગી સરકાર તેની હાલત કેમ નથી જોઈ રહી? તેઓ બેટી બચાઓ, બેટી પઢાઓ કહે છે, હું પણ એક દીકરી છું, મારી સાથે કેવો વર્તાવ કરવામાં આવી રહ્યો છે. રાત્રે 12 વાગ્યે મને મારા પલંગથી ખેંચીને ધક્કા મારીને લાવવામાં આવી છે, મારા હાથમાંથી ફોન ખેંચી લેવામાં આવ્યો. મારો ગુનો શુ છે?

હસીન જહાંને પતિ મોહમ્મદ શમીને વર્લ્ડકપ માટે શુભકામના આપી

હસીન જહાંને પતિ મોહમ્મદ શમીને વર્લ્ડકપ માટે શુભકામના આપી

આપને જણાવી દઈએ કે બીજા તબક્કાના મતદાન દરમિયાન હસીન જહાં કલકત્તાથી સૈયદપુર અલીનગરમાં મતદાન કરવા પહોંચી હતી. તેમને વોટ નાખ્યા પછી પોતાના પતિ મોહમ્મદ શમીને વર્લ્ડ કપ 2019 માટે ગુડલક કહ્યું. તેમને કહ્યું કે ટીમ ઇન્ડિયા માટે શમી સારું પ્રદર્શન કરશે. તેમને ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપ જીતવાની શુભકામના આપી.

બીજી મહિલાઓ સાથે સંબંધ રાખવાનો આરોપ

બીજી મહિલાઓ સાથે સંબંધ રાખવાનો આરોપ

આપણે જણાવી દઈએ કે પત્ની હસીન જહાં ઘ્વારા ક્રિકેટર મોહમ્મદ શમી પર બીજી મહિલાઓ સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેને તેમની વાતચીત ના સ્ક્રીન શોટ પણ સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરી દીધા હતા. હસીન જહાં ઘ્વારા શમી અને તેના પરિવાર પર તેને મારવાની કોશિશ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

પાકિસ્તાની યુવતી સાથે હોટલમાં રોકાયા શમી

પાકિસ્તાની યુવતી સાથે હોટલમાં રોકાયા શમી

મોહમ્મદ શમી ની પત્ની હસીન જહાં ઘ્વારા જણાવવામાં આવ્યું કે શમી જયારે દક્ષિણ આફ્રિકા થી દુબઇ ગયો ત્યારે એક યુવતીને મળ્યો. તે અલીશા નામની પાકિસ્તાની યુવતી છે. દુબઇમાં શમી તેની સાથે હોટલમાં રોકાયો. યુવતી સાથે રૂમ શેર કર્યો, રોમાન્સ કર્યો, સેક્સ કર્યો. ત્યારપછી મારી સાથે અહીં આવી મારપીટ કરી.

ચેટ પર થતી ગંદી વાતો

ચેટ પર થતી ગંદી વાતો

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મોહમ્મદ શમી પર તેમની પત્ની ઘ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. હસીન જહાં ઘ્વારા તેની ફેસબૂક વોલ પર તેને સંબંધિત પોસ્ટ પણ કરવામાં આવી. જેમાં વહાર્ટસપ સ્ક્રીન શોટ શેર કરવામાં આવ્યા છે. આ સ્ક્રીન શોટ શમી અને બીજી યુવતીઓ સાથે ચેટ બતાવી રહી છે.

જૂન 2014 દરમિયાન થયા હતા લગ્ન

જૂન 2014 દરમિયાન થયા હતા લગ્ન

આપણે જણાવી દઈએ કે ક્રિકેટર મોહમ્મદ શમી અને હસીન જહાં બંનેના લગ્ન જૂન 2014 દરમિયાન થયા હતા. બંને લગ્ન પહેલા એકબીજા ને ઓળખતા હતા. બંનેને એક દીકરી પણ છે. જેનું નામ આયરા છે. લગ્ન પહેલા હસીન જહાં એક મોડલ પણ રહી ચુકી છે.

English summary
Mohammed Shami Wife Hasin Jahan Enter In-Laws House In Amroha Along With Daughter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X