મોહમ્મદ શમી અને હસીન જહાંની લડાઈમાં માસૂમ દીકરીનું નુકશાન
ક્રિકેટર મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ રહી રહ્યા છે.
ક્રિકેટર મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ રહી રહ્યા છે. બંને વચ્ચે ભરણપોષણ અને બીજા કેટલાક મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. હસીન જહાં પોતાની ત્રણ વર્ષની દીકરી સાથે અલગ રહે છે. હવે તેને મોહમ્મદ શમી પર પોતાની દીકરીમાં અભ્યાસ માટે પૈસા નહીં આપવાનો આરોપ લગાવ્યો છે. હસીન જહાંનું કહેવું છે કે પૈસા નહીં હોવાને કારણે તે પોતાની દીકરીનો દાખલો નથી કરાવી શકતી, જેને કારણે તેની નુકશાન થઇ રહ્યું છે.
આ પણ વાંચો: હસીન જહાં ઘ્વારા પુરાવા રજુ કરવામાં આવ્યા, શમીની મુસીબત વધશે

શમી પાસે બે લાખ રૂપિયા માંગ્યા
હસીન જહાંના જણાવ્યા અનુસાર તેને મોહમ્મદ શમી પાસે બે લાખ રૂપિયા માંગ્યા હતા, જેથી જે તેની દીકરી બેબો નો સ્કૂલમાં દાખલો કરાવી શકે. પરંતુ શમીએ પૈસા આપવાની ના પાડી દીધી. દૈનિક જાગરણ ખબર અનુસાર હસીન જહાંનું કહેવું છે કે તે પોતાની ત્રણ વર્ષની દીકરી બેબો નો દાખલો કોલકાતાની એક સ્કૂલમાં કરાવવા માંગે છે. સ્કૂલે શરૂઆતમાં બે લાખ રૂપિયા માંગ્યા છે. તેના માટે હસીન જ્હાએ શમી પાસે તેની ઓળખના એક વ્યક્તિને પૈસા લેવા માટે મોકલ્યો પરંતુ શમીએ પૈસા આપવાની ના પાડી દીધી. તેને કારણે તેની દીકરી બેબોનું સ્કૂલમાં એડમિશન નહીં થઇ શક્યું.

શમીએ કહ્યું, દીકરીને મળવા નથી દેતી હસીન જહાં
મોહમ્મદ શમીનું કહેવું છે કે બેબો તેમની દીકરી છે, જેના માટે તેઓ ક્યારેય પણ પૈસા માટે ના નહીં કહી શકે. શમીએ કહ્યું કે હસીન જહાં તેમને બેબો સાથે વાત પણ નથી કરવા દેતી. તે તેમની દીકરીના એડમિશન માટે વાતચીત કરવાને બદલે કોઈ ત્રીજા વ્યકતિને સીધા પૈસા લેવા મોકલી આપે તેનો શુ મતલબ છે. શમીએ કહ્યું કે હસીન જહાં ફોન પર પણ તેની દીકરી સાથે વાત નથી કરવા દેતી.

ઘણા મહિનાથી ચાલી રહ્યો છે વિવાદ
શમી અને હસીન જહાં વચ્ચે ઘણા મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. બંને એકબીજા પર ઘણા આરોપ લગાવતા આવ્યા છે. 20 સપ્ટેમ્બરે બંને વચ્ચે ચાલી રહેલા કેસની તારીખ કોલકાતાના અલીપુરની સીજેએમ કોર્ટમાં હતી. 20 સપ્ટેમ્બરે મોહમ્મદ શમી કોર્ટ પહોંચી શક્યા ના હતા. અદાલતે આ મામલે 14 નવેમ્બરની તારીખ આપી છે.
આ પણ વાંચો: Video: 15 કિલો વજન ઘટાડીને મોહમ્મદ શમીની પત્ની મોડેલિંગમાં પાછી ફરી
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
