હેટ પોલિટિક્સ : અસાદુદ્દીનને જામીન મળ્યાં, અકબરુદ્દીન હજી જેલમાં

એમઆઇએમના વડાને 21 જાન્યુઆરી, 2013 સોમવારના રોજ ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. તેમને વર્ષ 2005માં તેમના સામે વિરોધ પ્રદર્શન કરવા બદલ નોંધાયેલા કેસમાં આંધ્ર પ્રદેશમાં આવેલી મેડક જિલ્લાની કોર્ટમાં જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.
આ અગાઉ તેમના નાના ભાઇ અકબરુદ્દીન ઓવૈસીને સરકાર વિરુદ્ધ ભડકાવનારા ભાષણ બદલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. અકબરુદ્દીન આંધ્ર પ્રદેશ વિધાનસભાના સભ્ય છે. તે હજી પણ જેલમાં છે.
મેડક જિલ્લાના સંગારેડ્ડી ગામની કોર્ટમાં સોમવારે એમઆઇએમના વડાની રિકોલ પિટિશન ફગાવી દેવામાં આવી હતી. આ અરજીમાં તેમણે તેમની સામે બિન જામીનપાત્ર વોરન્ટ રદ કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત કોર્ટે તેમને 2 ફેબ્રુઆરી સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.
નોંધનીય છે કે વર્ષ 2005માં મુત્તંગી ગામમાં રોડની સુવિધા આપવા માટે તોડી પાડવામાં આવેલા એક ધાર્મિક સ્થળના વિરોધમાં તેમણે પ્રદર્શન કર્યા હતા. આ કેસમાં તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. બંને ભાઇઓ ભારતમાં હેટ પોલિટિક્સ ફેલાવવા માટે જાણીતા છે.












Click it and Unblock the Notifications
