હાથરસ કેસઃ પીડિતાના અસ્થિઓનુ વિસર્જન નહિ કરે પરિવાર, ભાઈએ વ્યક્ત કરી આ શંકા
હાથરસ કિશોરીના પરિવારે મૃતકની રાખ અને તેની અસ્થિઓ વિસર્જીત કરવાનો ઈનકાર કરી દીધો છે.
નવી દિલ્લીઃ યુપીના હાથરસમાં દલિત કિશોરી પર બળાત્કાર અને હત્યાનો કેસ યોગી સરકારના ગળાની ફાંસ બનેલો છે. સીએમ યોગીએ આ કેસમાં તપાસના આદેશ સીબીઆઈને સોંપ્યા બાદ પણ વિપક્ષી પાર્ટીઓ હુમલા કરી રહી છે. વળી, હવે કિશોરીના પરિવારે મૃતકની રાખ અને તેની અસ્થિઓ વિસર્જીત કરવાનો ઈનકાર કરી દીધો છે.

પરિવારે રાખ અને અસ્થિ વિસર્જન કરવાનો કર્યો ઈનકાર
તમને જણાવી દઈએ કે 14 સપ્ટેમ્બરે બળાત્કારની શિકાર કિશોરીનુ 30 સપ્ટેમ્બરે મોત થઈ ગયુ ત્યારબાદ યુપી પોલિસે પરિવારની મંજૂરી વિના રાતે 3 વાગે કિશોરીના શબના અંતિમ સંસ્કાર કરાવી દીધા હતા. પરિવાર પોલિસ સામે કગરતી રહી કે આ રીતે રાતે દીકરીના અગ્નિ સંસ્કાર ન કરે પરંતુ પોલિસે તેમની એક ન સાંભળી. હવે પીડિતાના પરિવારે મૃતકના અંતિમ સંસ્કાર બાદ રાખ અને તેમની અસ્થિઓનુ વિસર્જન ન કરવાનો નિર્ણય કર્યો છે.

મૃતક પીડિતાના ભાઈએ વ્યક્ત કરી આ શંકા
મૃતકના ભાઈએ કહ્યુ કે અમને શું ખબર કે એ અમારી બહેન હતી અમે તેનો ચહેરો પણ નથી જોયો. પીડિતાના પરિવારે નિર્ણય કર્યો કે તે પોતાની દીકરીની રાખને વિસર્જીત નહિ કરે જ્યાં સુધી એ પુષ્ટિ ન થઈ જાય કે જે મૃતકના પોલિસ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તે તેમની જ દીકરી હતી. મૃતક પીડિતાના ભાઈએ કહ્યુ, 'મે રાખને માનવતાના આધારે એકત્ર કરી કારણકે જો આ મારી બહેન ન હોય તો આ કોઈનુ શરીર હશે અને હું નહોતો ઈચ્છતો કે રાખ લોકો પોતાના પગ નીચે દબાવે. નાર્કો-પૉલીગ્રાફ ટેસ્ટ નહિ કરાવીએ કારણકે તેમના પરિવારે કંઈ જૂઠ નથી બોલ્યુ. આરોપી અને એ પોલિસકર્મીઓનો આ ટેસ્ટ કરાવો, જે સંપૂર્ણપણે ખોટુ બોલીને આખી કહાનીને બદલવાની કોશિશ કરી રહ્યા છે.'

પરિવારે કરી માંગ- ગેરવર્તમૂક કરનાર ડીએમ સામે કાર્યવાહી કરવામાં આવે
19 વર્ષીય કિશોરીને બે ભાઈ અને બે બહેનો છે. પીડિતાના પરિવારે પહેલા જ ડીએમ પર ધમકી આપવા અને દબાણ કરવાનો આરોપ લગાવ્ય છે. યુવતીના ભાઈએ કહ્યુ કે અમે એવો કયો ગુનો કર્યો છે જે અમારા પરિવાર સાથે આટલી ગેરવર્તણૂક થઈ રહી છે. તેમણે ડીએમ પ્રવીણ કુમારને પદ પરથી હટાવવાની માંગ કરી છે અને કહ્યુ કે અમે જિલ્લાધિકારી સામે ફરિયાદ કરી છે, જે પણ અમને મળવા આવ્યા છે પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.












Click it and Unblock the Notifications
