હાથરસ કેસઃ મહિલાઓને સારા સંસ્કારોની સલાહ આપનાર ભાજપ નેતા પર રાહુલ ગાંધીનો હુમલો

ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતી સાથે કથિત રીતે ગેંગરેપ બાદ હત્યા કેસમાં વિપક્ષ સતત સરકાર પર હુમલાવર છે.

લખનઉઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતી સાથે કથિત રીતે ગેંગરેપ બાદ હત્યા કેસમાં વિપક્ષ સતત સરકાર પર હુમલાવર છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયકા ગાંધી આ કેસમાં સતત યોગી સરકારને ઘેરવાની તૈયારીમાં લાગેલા છે. બંનેએ પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરી હતી અને તેમને ન્યાયનો ભરોસો અપાવ્યો હતો. પરંતુ આ સમગ્ર મામલે બલિયાથી ભાજપ ધારાસભ્યએ જે રીતે રેપ વિશે વિવાદિત નિવેદન આપ્યુ હતુ ત્યારબબાદ તેમની ચારે તરફ ટીકા થઈ રહી છે. રાહુલ ગાંધીએ પણ ભાજપ ધારાસભ્ય પર જોરદાર પ્રહાર કર્યો છે.

ભાજપ નેતા પર હુમલો

ભાજપ નેતા પર હુમલો

રાહુલ ગાંધીએ ધારાસભ્ય સુરેન્દ્ર સિંહના નિવેદન પર હુમલો કરીને આરએસએસ પર નિશાન સાધ્યુ છે. રાહુલે કહ્યુ કે આ આરએસએસની ગંદી માનસિકતાવાળી પુરુષવાદી માનસિકતા. માણસ રેપ કરે છે પરંતુ મહિલાઓએ સારા સંસ્કાર શીખવાની જરૂર છે. શનિવારે રાહુલ ગાંધીએ હાથરસ પીડિતાા પરિવારજનો સાથે મુલાકાત બાદ કહ્યુ હતુ, હું હાથરસના પીડિત પરિવારને મળ્યો અને તેમની પીડા સમજી. મે તેમને વિશ્વાસ અપાવ્યો કે અમે આ મુશ્કેલ સમયમાં તેમની સાથે ઉભા છે અને તેમને ન્યાય અપાવવામાં પૂરી મદદ કરીશુ. યુપી સરકાર ઈચ્છશે તો પણ તેમની મનમાની નહિ કરી શકે કારણકે હવે આ દેશની દીકરીઓને ન્યાય અપાવવા માટે આખો દેશ ઉભો છે.

શું કહ્યુ હતુ ભાજપ ધારાસભ્યએ

શું કહ્યુ હતુ ભાજપ ધારાસભ્યએ

તમને જણાવી દઈએ કે ભાજપ ધારાસભ્ય સુરેન્દ્રસિંહે કહ્યુ હતુ કે રેપની ઘટનાઓ કાયદો બનાવીને કે કોઈ ડરથી ન રોકી શકાય. રેપ ત્યારે જ અટકશે જ્યારે યુવાન થતી છોકરીઓને તેમના પરિવાર અને માતાપિતા સારા સંસ્કાર આપશે. હાથરસની ઘટના પર પૂછાયેલા એક સવાલ પર તેમણે આ કહ્યુ. સાથે જ તેમણે એ પણ કહ્યુ કે જે રિપોર્ટ છે તેમાં સ્પષ્ટ થઈ ગયુ છે કે હાથરસમાં રેપ થયો જ નહોતો, યુવતી સાથે મારપીટ કરવામાં આવી જેનાથી તેનુ મોત થઈ ગયુ.

રાહુલ-પ્રિયંકાને ગણાવ્યા હોટલ-બોટલના સંસ્કારવાળા

રાહુલ-પ્રિયંકાને ગણાવ્યા હોટલ-બોટલના સંસ્કારવાળા

આ ઘટનાઓ સંસ્કારથી જ અટકી શકે છે. શાસન અને તલવારથી અટકવાની નથી. હું ધારાસભ્ય સાથે સાથે શિક્ષક છુ માટે કહી રહ્યો છુ કે બાળકોને સંસ્કાર આપો. બધા માતાપિતાનો ધર્મ છે કે તે પોતાની યુવાન દીકરીને સંસ્કાર આપે અને સારા વાતાવરણમાં પાળે. તેમની ચાલ-ચલનમાં એક શાલીનતા હોવી જોઈએ. આ બધાનો ધર્મ છે, મારો પણ ધર્મ છે, સરકારનો પણ ધર્મ છે પરંતુ પરિવારનો પણ ધર્મ છે. સુરેન્દ્રસિંહે કહ્યુ કે દલિત હોય કે બ્રાહ્મણ દીકરી તો દીકરી જ હોય છે. બધાને સુરક્ષા મળવી જોઈએ પરંતુ વિપક્ષી પાર્ટી પોતાના ફાયદા માટે દલિતની દીકરી કહીને સમાજના ભાગલા પાડવામાં લાગેલી છે. રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી બંને ભાઈ બહેન હોટલ બોટલના સંસ્કારવાળા છે, એ લાખ કોશિશ કરી લે, ઉત્તર પ્રદેશની જમીન પર કોંગ્રેસ સ્થાપિત થવાની નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X