જયાપ્રદાની અરજી પર આજમ ખાનને મળી નોટિસ

અત્રે ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં રામપૂર પ્રવાસ પર આવેલી જયાપ્રદાની કારની આરટીઓ કૌશલેન્દ્ર સિંહે લાલ બત્તી ઉતારી દીધી અને કારનું ચલણ કાપ્યું હતું. જયાએ આ મામલાની તપાસ માટે દિલ્હી ગેંગરેપ બાદ બનેલા મહિલા સુરક્ષા કાનૂન અંતર્ગત મહિલા પંચ, ઇલાહાબાદ હાઇ કોર્ટ, લોકસભા અધ્યક્ષ અને રાષ્ટ્રપતિ સમક્ષ આ અંગે અરજી મોકલીને તપાસ માટે માંગણી કરી હતી.
જયાપ્રદાએ આઝમ ખાન પર આરોપ લગાવ્યો હતો કે આ બધું તેમના ઇશારા પર જ કરવામાં આવ્યું હતું માટે તેમની સામે પહેલા એક્શન લેવામાં આવે. એટલું જ નહીં જયાપ્રદાના બધા આરોપોને સાચા ઠેરવતા સપા માટે ગઇકાલ સાબિત થઇ ચૂકેલા નેતા અમર સિંહએ પણ કહ્યું હતું કે જે કંઇપણ થયું આઝમ ખાનના કહેવા પર થયું.
સાથે સાથે અમર સિંહે એ પણ કહ્યું કે હતું કે 'શું કે અખિલેશ યાદવે કુંડાના ડીએસપી ઝિયાઉલ હકની હત્યામાં શંકાના આધારે રધુરાજ પ્રતાપ સિંહ ઉર્ફ રાજા ભૈયા અને કેબિનેટ મંત્રી રાજારામ પાંડેય દ્વારા સુલ્તાનપૂરના ડીએમ કે. ધનલક્ષ્મી તથા ફિલ્મ અભિનેત્રી હેમા માલિની અને માધુરી દીક્ષિત પર અશોભનીય ટિપ્પણી કરનાર મંત્રીને સસ્પેન્ડ કરી દીધા હતા, તેઓ જયા સાથે અભદ્રતા કરાવનાર અધિકારી અને મંત્રી આઝમ ખાનની વિરુદ્ધ કાર્યવાહી કરશે?'












Click it and Unblock the Notifications
