For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સલમાન ખુર્શીદ વિરુદ્ધ યાચિકામાં ન્યૂઝ ચેનલને નોટિસ

|
Google Oneindia Gujarati News

salman khurshid
લખનૌ, 17 ઑક્ટોબરઃ અલ્હાબાદ હાઇ કોર્ટની લખનૌ ખંડપીઠે કેન્દ્રીય કાયદા મંત્રી સલમાન ખુર્શીદના સંચાલન હેઠળના ડો. જાકિર હુસૈન મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા કથિત કૌભાંડને લઇને દાખલ જનહિત યાચિકાના આધારે બતાવવામાં આવી રહેલી સામગ્રી તથા તેની સાથે જોડાયેલા સંપૂર્ણ દસ્તાવેજ રજૂ કરવા માટે આજે સંબંધિત સમાચાર ચેનલને નોટિસ જાહેર કરી છે.

ન્યાયમૂર્તિ ઉમાનાથ સિંહ તથા ન્યાયમૂર્તિ સતીશ ચન્દરની ખંડપીઠે સામાજિક કાર્યકર્તા નૂતન ઠાકુર દ્વારા કરવામાં આવેલી યાચિકા પર સૂનાવણી કરતા આ નોટિસ જાહેર કરી છે.

હાઇકોર્ટની લખનૌ ખંડપીઠમાં ગત સોમવારે દાખલ યાચિકામાં કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદના જાકિર હુસૈન ટ્રસ્ટમાં વિક્લાંગો માટેની સામગ્રીમાં કથિત ગોટાળાના મામલે પ્રાથમિકતા દાખલ કરવાનો આદેશ આપ્યો છે અને ન્યાયાયલની દેખરેખ હેઠળ તપાસનો અનુરોધ કરવામાં આવ્યો હતો.

યાચિકામાં ગૃહ વિભાગના પ્રમુખ સચિવ મારફત રાજય સરકાર, આર્થિક અપરાધ શાખા, સામાજિક અધિકારિતા મંત્રાલય, ઉત્તર પ્રદશના સમાજ કલ્યાણ વિભાગના પ્રમુખ સચિવ, ડોક્ટર જાકિર હુસૈન મેમોરિય ટ્રસ્ટ તથા સમાચાર ચેનલ આજતકને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકાર તરફથી વરિષ્ઠ અધિવક્તા વિવેક તનખાએ ન્યાયાલયમાં આરોપ લગાવ્યો છે કે જનહિત યાચિકા ખરેખર તો એક એવી યાચિકા છે જે એક વ્યક્તિની છબીને ખરડાવવા માટે બેજવાબદારીપૂર્વક દાખલ કરવામાં આવી છે.

English summary
The Lucknow bench of Allahabad High Court on Thursday, Oct 18 issued notice to a television news channel directing it to produce entire documents relating to the matter of Dr Zakir Hussain Memorial Trust run by union law minister Salman Khurshid on the basis of which a Public Interest Litigation was filed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X