For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક: ડીકે શિવકુમાર ને કુમારસ્વામી કેબિનેટમાં જગ્યા મળી

કર્ણાટકમાં બુધવારે કુમારસ્વામી સરકારની પહેલી કેબિનેટનો વિસ્તાર કરવામાં આવ્યો. મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીની હાજરીમાં રાજ્યપાલ વજુભાઇ વાળાએ મંત્રીઓને શપથ અપાવી

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં બુધવારે કુમારસ્વામી સરકારની પહેલી કેબિનેટનો વિસ્તાર કરવામાં આવ્યો. મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીની હાજરીમાં રાજ્યપાલ વજુભાઇ વાળાએ મંત્રીઓને શપથ અપાવી. કોંગ્રેસ વિધાયક ડીકે શિવકુમાર ને મંત્રી બનાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના ભાઈ રેવાનાં ઘ્વારા પણ મંત્રી પદ માટે શપથ લેવામાં આવી છે. સરકારમાં સહયોગી બસપા વિધાયક સતીશ ચંદ્રાને પણ કેબિનેટમાં જગ્યા આપવામાં આવી છે. સતીશ ચંદ્રા તેમની પાર્ટીના એકલા વિધાયક છે.

dk shivkumar

જેડીએસ 9 અને કોંગ્રેસના 17 વિધાયકોએ મંત્રી પદની શપથ લીધી છે. કુમારસ્વામી અને પરમેશ્વર ઘ્વારા 23 મેં દરમિયાન મુખ્યમંત્રી અને ઉપ-મુખ્યમંત્રી પદ માટે શપથ લેવામાં આવી હતી. ત્યારપછી આ પહેલો કેબિનેટ વિસ્તાર છે. કોંગ્રેસ અને જેડીએસમાં મંત્રાલય વહેંચવાને કારણે તેમાં આટલું મોડું થયું છે. સરકારના મંત્રી મંડળમાં કોંગ્રેસના હિસ્સામાં 22 સીટો અને જેડીએસ હિસ્સામાં 12 સીટો રાખવા પર સહમતી થયી છે.

dk shivkumar

જેડીએસ પાસે નાણાં, પીડબ્લ્યુડી, શિક્ષા અને ટુરિઝમ અને ટ્રાન્સપોર્ટ જેવા અગત્યના મંત્રાલય રહેશે. જયારે બીજી બાજુ કોંગ્રેસ પાસે ગૃહ, સ્વાસ્થ્ય, કૃષિ, અર્બન અને રૂલર ડેવલોપમેન્ટ, વન અને પર્યાવરણ, લેબર, મહિલા અને બાળ વિકાસ, યુવા અને ખેલ, હાઉસિંગ, ખોદકામ, અને અલ્પસંખ્યક જેવા મંત્રાલયો રહેશે.

English summary
HD Kumaraswamy ministers oath ceremony DK Shivkumar takes oath as minister Karnataka Cabinet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X