કોરોના વેક્સીન માટે પ્રાઈવેટ હોસ્પિટલના 'હોટલ પેકેજ' રોકવામાં આવેઃ સ્વાસ્થ્ય મંત્રાલયનો નિર્દેશ
કોરોના વેક્સીન માટે પ્રાઈવેટ હોસ્પિટલના 'હોટલ પેકેજ' રોકવામાં આવેઃ સ્વાસ્થ્ય મંત્રાલયનો નિર્દેશ
કોરોના વેક્સીનેશન માટે પ્રાઈવેટ હોસ્પિટલના હોટલ પેકેજ પર કેન્દ્ર સરકારે નારાજગી વ્યક્ત કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને નિર્દેશ આપી હોટલમાં રસીકરણની સુવિધા તરત બંધ કરવા કહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કહ્યું કે કેટલાક ખાનગી હોસ્પિટલ કોવિડ 19 વેક્સીનેશન માટે હોટલ સાથે કરાર પર પેકેજ આપી રહ્યા છે. આવા પ્રકારના હોટલમાં લગ્જરી સુવિધાઓ સાથે વેક્સીનેશનની ઑફર આપવામાં આવી રહી છે.

પરંતુ આ નેશનલ કોવિડ વેક્સીનેશન પ્રોગ્રામ અંતર્ગત નક્કી કરવામાં આવેલી ગાઈડલાઈન વિરુદ્ધ છે. આ હિસાબે આવા હોટલ પેકેજ સાથે હોટલમાં રસીકરણની વ્યવસ્થા તરત રોકવામાં આવે. જે હોટલોના પ્રાઈવેટ હોસ્પિટલો સાથે વેક્સીનને લઈ કરાર કરવામાં આવ્યા હતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આવા હોટલોમાં રસીકરણ રદ્દ કરવા કહ્યું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે રસીકરણ માટે માત્ર ચાર વિકલ્પ ઉપલબ્ધ છે. પહેલો સરકારી કોવિડ વેક્સીનેશન સેંટર, બીજો પ્રાઈવેટ હોસ્પિટલ દ્વારા સંચાલિત પ્રાઈવેટ કોવિડ વેક્સનેશન સેંટર. ત્રીજો સરકારી કાર્યાલયોના કાર્યસ્થળો પર બનેલ કોવિડ વેક્સીનેશન સેંટર અને પ્રાઈવેટ કંપનીઓના કાર્યાલયો પર ખાનગી હોસ્પિટલો દ્વારા સંચાલિત કેન્દ્ર. ચોથો અને અંતિમ વૃદ્ધો અને દિવ્યાંગો માટે ઘર નજીક કોવિડ વેક્સીનેશન સેંટર, જે આરડબલ્યૂએ, હાઉસિંગ સોસાયટી, કમ્યૂનિટી સેંટર, પંચાયત ભવન, સ્કૂલ-કોલેજ, ઑલ્ડ એજ હોમ જેવી અસ્થાયી જગ્યાઓ પર ચલાવવામાં આવે.
આ ઉપરાંત કોઈ અન્ય જગ્યાએ નેશનલ કોવિડ વેક્સીનેશન પ્રોગ્રામ અંતર્ગત રસીકરણ ના થઈ શકે. જેથી ફાઈવ સ્ટાર હોટલમાં રસી લગાવવાની ઑફર કોવિડ વેક્સીનેશનની ગાઈડલાઈનની વિરુદ્ધ છે અને તેને તરત રોકવામાં આવે. આવું કરતી સંસ્થાઓ વિરુદ્ધ યોગ્ય કાનૂની અને પ્રશાસનિક કાર્યવાહી પણ કરવી જોઈએ. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ કોવિડ વેક્સીનેશન ગાઈડલાઈન અંતર્ગત ચાલી રહેલ રસીકરણ કાર્યક્રમની સમુચિત દેખરેક રાખશે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
