For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં 24 કલાકની અંદર કોરોનાના રેકોર્ડ 55,079 નવા કેસ, કુલ 16 લાખને પાર

દેશમાં કુલ કેસ હવે 16 લાખનો આંકડો પાર કરી ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 55,079 નવા કેસ સામે આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસ (કોવિડ-19)ના સર્વાધિક નવા કેસ રોજ સામે આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડાઓ અનુસાર દેશમાં કુલ કેસ હવે 16 લાખનો આંકડો પાર કરી ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 55,079 નવા કેસ સામે આવ્યા છે અને 779 દર્દીઓના મોત થયા છે. ત્યારબાદ હવે કુલ કેસોની સંખ્યા 16,38,871 થઈ ગઈ છે. આમાં 5,45,318 સક્રિય કેસ, 10,57,806 રિકવર/ડિસ્ચાર્જ કેસ અને 35,747 દર્દીઓના મોત શામેલ છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(આઈસીએમઆર)નુ કહેવુ છે કે દેશમાં 30 જુલાઈ સુધી કોવિડ-19 માટે 1,88,32,970 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમાંથી 6,42,588 સેમ્પલોના ટેસ્ટ ગુરુવારે કરવામાં આવ્યા છે.

ગુજરાત અને દિલ્લીમાં કેસની સંખ્યા

ગુજરાત અને દિલ્લીમાં કેસની સંખ્યા

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1159 નવા કેસ સામે આવ્યા છે અને 22 મોત નોંધવામાં આવી છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 60,285 થઈ ગઈ છે જેમાં 13,793 સક્રિય કેસો સહિત 44,074 રિકવર/ડિસ્ચાર્જ અને 2418 મોત શામેલ છે. દિલ્લીમાં 1093 નવા પૉઝિટીવ કેસ, 1091 રિકવર અને 29 મોત શામેલ છે. હવે કુલ કે વધીને 1,34,403 થઈ ગયા છે જેમાં 1,19,724 રિકવર અને 3936 મોત શામેલ છે. દિલ્લી સરકારે જણાવ્યુ કે ગુરુવારે 5531 RTPCR/CBNAAT/TrueNat ટેસ્ટ અને 13,944 રેપિડ એન્ટીજન ટેસ્ટ આયોજિત કરવામાં આવ્યા. અત્યાર સુધી કુલ 10,13,694 ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.

મધ્ય પ્રદેશમાં એક દિવસમાં 13 મોત અને 834 નવા કેસ

મધ્ય પ્રદેશમાં એક દિવસમાં 13 મોત અને 834 નવા કેસ

હરિયાણામાં 623 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 34,254 છે. રાજ્યમાં 6497 સક્રિય કેસ છે અને 417 લોકોના મોત થયા છે. મધ્ય પ્રદેશમાં એક દિવસમાં 13 મોત અને 834 નવા કોવિડ-19 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 30,968 છે જેમાં 21,657 રિકવર, 8454 સક્રિય કેસ અને 857 મોત શામેલ છે. રાજસ્થાનમાં 1156 નવા કેસ અને 13 મોત નોંધવામાં આવી છે. રાજ્યમાં કુલ કેસોની સંખ્યા હવે 40,936 છે જેમાં 11,038 સક્રિય કેસ અને 667 મોત શામેલ છે. હિમાચલ પ્રદેશમાં કેસ વધીને 2506 થઈ ગયા છે. રાજ્યમાં 1090 સક્રિય કેસ, 1387 રિકવર અને અત્યાર સુધી 12 મોત થયા છે.

તેલંગાનામાં કોરોના વાયરસના 1811 નવા કેસ

તેલંગાનામાં કોરોના વાયરસના 1811 નવા કેસ

ઝારખંડમાં 371 નવા કોવિડ-19 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ કેસ 10,399 થઈ ગયા છે જેમાં 6120 સક્રિય કેસ, 4176 રિકવર અને 103 મોત શામેલ છે. તેલંગાનામાં કોરોના વાયરસના 1811 નવા કેસ સામે આવ્યા છે અને 13 મોત થયા છે. રાજ્યમાં હવે કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 60,717 છે જેમાં 44,572 રિકવર થઈ ચૂકેલા કેસ અને 505 મોત શામેલ છે.

અયોધ્યામાં ભૂમિ પૂજનનુ આખી દિલ્લીમાં થશે લાઈવ પ્રસારણ, લાગશે મોટી-મોટી LED સ્ક્રીનઅયોધ્યામાં ભૂમિ પૂજનનુ આખી દિલ્લીમાં થશે લાઈવ પ્રસારણ, લાગશે મોટી-મોટી LED સ્ક્રીન

English summary
health ministry says total coronavirus cases in india stands at 16,38,871 including 55079 new cases.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X