Heat wave: લૂ ના કારણે યુપી-બિહારમાં 100 લોકોના મોત, તપાસના અપાયા આદેશ

દેશના અનેક રાજ્યોમાં ગરમીનું મોજુ યથાવત છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગરમીના કારણે અત્યાર સુધીમાં 100 લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશના બલિયા શહેરમાં હીટવેવને કારણે 54 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે બિહારમાં છેલ્લા ત્રણ દિવસમાં 44 લોકોના મોત થયા છે.

ઉત્તર પ્રદેશ સરકારે બલિયામાં 54 લોકોના મોતની તપાસના આદેશ આપ્યા છે. 54 લોકોના મોત બાદ જિલ્લા હોસ્પિટલના ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ દિવાકર સિંહને આઝમગઢમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

Heatwave

જો કે, ગરમીના મોજાની પકડમાં બલિયા એકમાત્ર નથી. યુપીના અન્ય જિલ્લાઓ અને ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં પણ આકરી ગરમી પડી રહી છે.

15, 16 અને 17 જૂનની વચ્ચે કાળઝાળ ગરમીને કારણે બલિયાની જિલ્લા હોસ્પિટલમાં દાખલ ઓછામાં ઓછા 54 લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા 54 લોકોમાંથી મોટાભાગના દર્દીઓની ઉંમર 60 વર્ષથી વધુ હતી.

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બલિયામાં 15 જૂને 23 લોકોના મોત થયા હતા. અને 11 જૂનની બપોર સુધી 11 લોકોના મોત થયા હતા અને સાંજે ફરીથી 10 લોકોના મોત થયા હતા. આ પછી 17 જૂને વધુ 10 લોકોના મોત થયા હતા.

હાલમાં બલિયામાં તાપમાન 40 થી 43 ડિગ્રી સેલ્સિયસ છે. જે સામાન્ય કરતાં પાંચ ડિગ્રી વધારે છે. ડૉ.એસ.કે. યાદવને બલિયાના ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

બલિયાના મેડિકલે શનિવારે જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા તમામ વ્યક્તિઓ કોઈને કોઈ બીમારીથી પીડિત હતા અને વધુ પડતી ગરમીને કારણે તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. તેમણે કહ્યું કે મોટાભાગના મૃત્યુ હાર્ટ એટેક, બ્રેઈન સ્ટ્રોક અને ઝાડાને કારણે થયા છે.

બિહારમાં હીટ વેવને કારણે થયેલા 44 મૃત્યુમાંથી 35 મોત એકલા રાજધાની પટનામાં થયા છે. નાલંદા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (NMCH)માં 19 અને PMCHમાં 16 દર્દીઓના મોત થયા છે. તે જ સમયે, રાજ્યના અન્ય જિલ્લાઓમાં નવ લોકોના મોત થયા છે. પટનાની તમામ શાળાઓને 24 જૂન સુધી બંધ કરી દેવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X