મુંબઈમાં વરસાદનો કહેર, કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયાં, 17 ફ્લાઈટ ડાયવર્ટ
મુંબઈમાં વરસાદનો કહેર, કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયાં, 17 ફ્લાઈટ ડાયવર્ટ
મુંબઈઃ આર્થિક રાજધાની મુંબઈમાં વરસાદી તાંડવ ચાલુ છે. પાછલા કેટલાય દિવસોથી મુંબઈમાં ધીમે ધીમે વરસાદ થઈ રહ્યો છે. વરસાદને પગલે શહેરના તાપમાન ઘટી 25 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. વિવિધ જગ્યાએ પાણી ભરાતાં રસ્તા જામ થઈ ગયા છે. જ્યારે હવાઈ યાત્રા કરતા લોકો પણ પરેશાન થયા. મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના જનસંપર્ક અધિકારી મુજબ ભારે વરસાદને પગલે વિમાન સરેરાશ 30 મિનિટ મોડાં ઉડાણ ભરી રહ્યાં છે.

17 ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવામાં આવી
છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈના પીઆરઓએ જણાવ્યું કે ગત 2 કલાકથી થઈ રહેલ ભારે વરસાદને કારણે ફ્લાઈટ ઉડાણમાં મોડું થઈ રહ્યું છે. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના પીઆરઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 17 ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવામાં આવી છે. સમયે સમયે વિજિબિલિટીમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. જ્યારે મુંબઈમાં ખખર બિલ્ડિંગના બીજા માળ પર સ્થિત દિવાલનો એક ભાગ જમીનદોસ્ત થઈ ગયો. જો કે હજુ સુધી કોઈ ઘાયલ થયા હોવાના અહેવાલ નથી મળ્યા.

ઠેર ઠેર પાણી ભરાયાં
મુંબઈકરોને કેટલાય વિસ્તાર જળમગ્ન જોવા મળ્યા. રસ્તા, રેલવેના પાટા અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. પશ્ચિમ અને મધ્ય રેલવેની ઉપનગરીય લોકલ ટ્રેનો પર પણ અસર પડી છે.પરેલ, દાદર, વડાલા, કુર્લા, સૉયન, તિલક નગર, અંધેરી, સાંતાક્રૂઝ, ખાર, ગોરેગાંવ, મલાડમાં રસ્તાઓ પર પૂર જેવા હાલાત બની ગયા છે. જેનાથી ટ્રાફિક ખરાબ રીતે પ્રભાવિત છે. હવામાન વિભાગે શુક્રવારે આગામી 24 કલાકમાં મુંબઈ, ઠાણે અને નવી મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. લોકોની સુરક્ષા માટે પણ પર્યાપ્ત પગલાં ઉઠાવવામાં આવી રહ્યાં છે.

4 કલાકમાં ભારે વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગે આ વિશે જણાવ્યું કે આગામી 4 કલાક દરમિયાન ઠાણે, રાયગઢ અને મુંબઈમાં 50-60 કિમી પ્રતિ કલાકથી વધુ રફ્તારથી હવા ચાલી રહી છે અને સાથે જ કેટલાય વિસ્તારોમાં તેજ આંધી જોવા મળી રહી છે. મુંબઈના મોતીલાલ નગરપોસ્ટ ઑફિસ, વીરા દેસાઈ રોડ (અંધેરી), એસવી રોડ, નેશનલ કોલેજ (બાંદ્રા), સાયન રોડ નંબર 244 ગાંધી માર્કેટ (કિંગ સર્કલ) વિસ્તારમાં ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવી છે. જળ ભરાવાના કારણે અંધેરી પાસે મેટ્રોને બંધ કરી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
