બિહાર માટે આગલા 72 કલાક ખતરનાક, 14 જિલ્લામાં Red Alert
બિહાર માટે આગલા 72 કલાક ખતરનાક, 14 જિલ્લામાં Red Alert
નવી દિલ્હીઃ દેશના કેટલાય રાજ્યોમાં મૉનસૂનનો કહેર વરસી રહ્યો છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં વરસાદે રૌદ્ર રૂપ ધારણ કરી રાખ્યું છે અને હવે તે બિહાર પર કહેર વરસાવી શકે છે, પહેલા જ પૂરના કારણે માર સહન કરી ચૂકેલ આ રાજ્ય પર 72 કલાક અતિ ભારે છે, ભારતીય હવામાન વિભાગે ઉત્તરી બિહારમાં આગામી 72 કલાકમાં મૂશળધાર વરસાદ થવાની આશંકા વ્યક્ત કરી છે, માટે તેમણે રાજ્યના 14 જિલ્લામાં રેડ અલર્ટ જાહેર કર્યું છે.

બિહારમાં આગમી 72 કલાકમાં મૂશળધાર વરસાદ
હવામાન વિભાગ મુજબ સમુદ્રી તટના સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે આવું થઈ રહ્યું છે, જે 14 જિલ્લા માટે હવામાન વિભાગે ચેતાવણી જાહેર કરી છે, તેના નામ મુઝફ્ફરપુર, સીતામઢી, શિવહર, સમસ્તીપુર, પશ્ચિમી ચંપારણ, પૂર્વી ચંપારણ, દરભંગા, મધુબની, ગોપાલગંજ, સુપૌલ, અરરિયા, કિશનગંજ, મધેપુર અને સહરસા છે. પૂર્વાનુમાન મુજબ આ દરમિયાન આ જિલ્લામાં ગાજવીજ સાથે 21 સેમી વરસાદ થઈ શકે છે.

21 સેમીથી વધુ વરસાદનું અનુમાન
બિહારમાં વરસાદને લઈ ભારતીય હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં એક કે બે સ્થળો પર 21 સેમીથી વધુ વરસાદ થઈ શકે છે. હાલના દિવસોમાં વરસાદને લઈ આ મોટું અલર્ટ છે, વિભાગે અલર્ટને ત્રણ રૂપમાં વિભાજીત કર્યું છે.

14 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી
21 સેમીથી વધુ વરસાદની આશંકાઃ પશ્ચિમ ચંપારણ, પૂર્વી ચંપારણ, ગોપાલગંજ, શિવહર, સીતામઢી, મધુબની, દરભંગા, સુપૌલ, અરરિયા, કિશનગંજ, મુઝફ્ફરપુર, સમસ્તીપુર, મધેપુરા અને સહરસા.
12-20 સેમીની વચ્ચે વરસાદની આશંકાઃ પૂર્ણિયા, કટિહાર, વૈશાલી, બાંકા, ભાગલપુર, બક્સર અને ભોજપુર.
11 સેમી સુધી વરસાદની આશંકાઃ મુંગેર, જમુઈ, નાલંદા, જહાનાબાદ, ગયા, ઔરંગાબાદ, રોહતાસ, ભભુઆ, અરવલ, શેખપુરા, બેગૂસરાય અને લખીસરાય.












Click it and Unblock the Notifications
