For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Warning: આગામી 48 કલાકમાં આ રાજ્યોમાં ધૂળ ભરેલી આંધી અને વરસાદના અણસાર

Weather Warning: આગામી 48 કલાકમાં આ રાજ્યોમાં ધૂળ ભરેલી આંધી અને વરસાદના અણસાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના સંકટ અને મોસમના મારે મળીને સામાન્ય લોકોનું જીવવું મુશ્કેલ કરી દીધું છે, પાછલા 24 કલાક દરમિયાન પૂર્વી ભારતમાં વરસાદની ગતિવિધિઓમાં ઘણો વધારો થયો છે. કેટલાય ભાગમાં હળવાથી મધ્યમ વરસાદ થયો છે જ્યારે સ્કાઈમેટ વેધર મુજબ આગલા 24 કલાક દરમિયાન મુઝફ્ફરાબાદ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વચ્ચે એક કે બે સ્થળોએ તેજ વરસાદના અણસાર છે, જ્યારે લદ્દાખ, પંજાબ અને ઉત્તરાખંડમાં હળવો વરસાદ થઈ શકે છે, જ્યારે રાજસ્થાનમાં ધૂળ ભરેલી આંધી સાથે વરસાદની સંભાવના છે.

ધૂળ ભરેલી આંધી સાથે વરસાદના અણસાર

ધૂળ ભરેલી આંધી સાથે વરસાદના અણસાર

ભારતીય હવામાન વિભાગ મુજબ આગલા 48 કલાક દરમિયાન દેશના કેટલાય રાજ્યોમાં 35થી 40 કિમી પ્રતિ કલાકની ગતિએ ધૂળ ભરેલી આંધી અને વરસાદના અણસાર છે. મોસમ વિભાગે કહ્યું કે તેજ હવાનો સૌથી વધુ પ્રભાવ રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેમાં રહેશે જ્યારે કાનપુર, લખનઉ, ફતેહપુર, ઉન્નાવ ગેરે જિલ્લા તેનાથી પ્રભાવિત થઈશકે છે, આવું પશ્ચિમી વિક્ષોભનું ચક્રવાત સાથે મળવાના કારણે થશે.

હવ ગરમી સતાવશે

હવ ગરમી સતાવશે

જો કે વિભાગે કહ્યું કે યૂપી વાળાઓએ હવે જદી જ આંધી તોફાનથી રાહત મળશે, આઈએમડી મુજબ પશ્ચિમી યપીના કેટલાક વિસ્તારોને છોડી બાકી આખા પ્રદેશમાં મોસમ ખુલ્લું રહેશે પરંતુ તપમાનમાં વધારો થશે, જનાથી લોકોને ગરમી સતાવશે, જો કે લખનઉ મોસમ વિભાગના ડાયરેક્ટર જેપી ગુપ્તાએ જણાવ્યું કે ગરમીથી અસલી સામનો જૂન મહિનામાં થઈ શકે છે.

તેજ વરસાદ સાથે હિમવર્ષા થવાની સંભાવના

તેજ વરસાદ સાથે હિમવર્ષા થવાની સંભાવના

IMD મુજબ આગલા 24 કલાકમાં ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરી તટીય આંધ્ર પ્રદેશ અને આંતરિક કર્ણાટક, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશમાં વરાદ થઈ શકે છે જ્યારે રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ગુજરાતમાં ધૂળ ભરેલી આંધી ચાલી શકે છે, આ ઉપરાંત અહીં તટીય ક્ષેત્રોમાં પણ વરસાદ થઈ શકે છે, જ્યારે બિહાર, ઝારખંડના કેટલાક વિસ્તારોમાં તેજ વરસાદ સાથે હિમવર્ષા થવાની સંભાવના છે.

દેશમાં આ વર્ષે વરસાદ સામાન્ય રહેશે

દેશમાં આ વર્ષે વરસાદ સામાન્ય રહેશે

જણાવી દઈએ કે ભારતીય હવામાન વિભાગે દેશમાં મૉનસૂનની સ્થિતિને લઈ ભવિષ્યવાણઈ કરી છે કે દેશમાં આ વર્ષે સામાન્ય વરસાદ થશે. આ ઉપરાંત હવામાન વિભાગે વરસાદની પેટર્ન અને તેમાં બદલાવની પ્રક્રિયાને કારણે મૉનસૂન આવવામાં અને જવામાં થતા વિલંબને ધ્યાનમાં રાખી અલગ-અલગ ક્ષેત્રોમાં મૉનસૂનની શરૂઆત અને વાપસીની તારીખોને સંશોધિત કરી છે. જો કે મોસમ વિભાગે સ્પષ્ટ કર્યું કે ભારતમાં ચોમાસું પહોંચવાનો મુખ્ય સમય એટલે કે કેરળમાં આ વખતે ચોમાસું દસ્તક આપવાના સમયમાં કોઈ બદલાવ નહિ થાય.

20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ લઈ આજે 4 વાગ્ય આવશે નાણામંત્રી20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ લઈ આજે 4 વાગ્ય આવશે નાણામંત્રી

English summary
Heavy rain and dust storm expected in 10 states Including Delhi-NCR Says IMD,Here is details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X