For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રાજ્યોનું હવામાન બહુ બગડ્યું, ભારે વરસાદની આશંકાને પગલે Orange Alert જાહેર

આ રાજ્યોનું હવામાન બહુ બગડ્યું, ભારે વરસાદની આશંકાને પગલે Orange Alert જાહેર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ હાલ દક્ષિણ ભારતમાં ભારે વરસાદે લોકોનું જીવવું મુશકેલ કરી દીધું છે, તિરુવનંતપુરમમાં ભારે વરસાદ અને તેજ પવન ચાલી રહ્યો છે. હવામાન વિભાગે ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે જ્યારેકર્ણાટકના પણ કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને તોફાની હવાઓ ચાલી રહી છે, તમિલનાડુ અને ઓરિસ્સાના પણ આવા જ હાલ છે, જ્યાંના કેટલાક વિસ્તારોમાં પણ ગાજ વીજ સાથે ભારે વરસાદ અને તોફાનની આશંકા જાહેર કરાઈ છે.

માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ

હવામાન વિભાગે હવામાનમાં તેજીથી થતા બદલાવ અને તેજ હવાઓની આશંકાને જોતાં માછીમારોને સમુદ્રતટ તરફ ન જવાની સલાહ આપી છે. હવામાન વિભાગનું કહેવું છે સિસ્ટમ સેંટરની આજુબાજુ કેન્દ્રીય અરબ સાગર ઉપર સમુદ્રની સ્થિતિ અભૂતપૂર્વ થવાની શક્યતા છે, જ્યારે કેરળની કેટલીય જગ્યાએ આજે અને કાલે સ્કૂલ-કોલેજ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ભારે અને અતિભારે વરસાદ નોંધાયો

ગત 24 કલાક દરમિયાન દક્ષિણ કોંકણ ગોવા, તટીય કર્ણાટક અને ઉત્તરી કેરળમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે જ્યારે આજે પણ તમિલનાડુ, કેરળ, તટીય અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, લક્ષદ્વીપમાં પણ કેટલાક સ્થળો પર મૂસળધાર વરસાદના આસાર છે.

જોરદાર વરસાદની ચેતવણી

જ્યારે ભારતીય હવામાન વિભાગે તમિલનાડુ, કેરળ, કર્ણાટક અે લક્ષદ્વીપ સહિત કેટલાય વિસ્તારોમાં જોરદાર વરસાદની ચેતવણી જાહેર કરી છે અને લોકોને સચેત રહેવા માટે કહ્યું છે. આ રાજ્યોમાં સતત થઈ રહેલ વરસાદથી જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થઈ ગયું છે, લોકોને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

KBC: ધોની સાથે જોડાયેલ આ સવાલ પર ફસાઈ ગયાં ગુજરાતી ટીચર, 3.20 લાખ રૂપિયાનો સવાલ હતોKBC: ધોની સાથે જોડાયેલ આ સવાલ પર ફસાઈ ગયાં ગુજરાતી ટીચર, 3.20 લાખ રૂપિયાનો સવાલ હતો

English summary
heavy rain can affect life style in these states
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X