દેશના આ 7 રાજ્યોમાં આંધી-તોફાનની સંભાવના, IMDએ જારી કરી હાઈ એલર્ટ
હવામાન વિભાગે આજે પણ તેલંગાના સહિત દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
નવી દિલ્લીઃ હૈદરાબાદમાં ભારે વરસાદે વિનાશ કર્યો છે. હૈદરાબાદ સહિત આખા તેલંગાનામાં પૂરની સ્થિતિ પેદા થઈ ગઈ છે. વરસાદના કારણે અત્યાર સુધી લગભગ 50 લોકોના મોત થઈ ચૂક્યા છે તેમજ કરોડોનુ આર્થિક નુકશાન પણ થયુ છે. સીએમ રાવે ખુદ કહ્યુ કે આખા તેલંગાનાએ છેલ્લા 100 વર્ષોમાં આવો વરસાદ નથો જોયો. વળી, બીજી તરફ હવામાન વિભાગે આજે પણ તેલંગાના સહિત દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

બંગાળની ખાડીમાં બન્યુ દબાણ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં બનેલ એક નિમ્ન દબાણના ક્ષેત્રના કારણે સિઝન વિના ભારે વરસાદ થઈ રહ્યો છે. આની અસર નૉર્થ પર પણ પડવાની છે. જેના કારણે બિહાર-ઝારખંડ, ગુજરાત અને પશ્ચિમ બંગાળના અમુક સ્થળોએ વરસાદ સંભવ છે.

બે દિવસની એલર્ટ
વળી, પૂર્વોત્તરના રાજ્યોમાં પણ ક્યાંક-ક્યાંક આંધી-તોફાનની પણ સંભાવના છે જેના કારણે સ્થિતિ ઘણી ગંભીર થઈ શકે છે. વિભાગે અહીં પણ બે દિવસનુ એલર્ટ જારી કર્યુ છે.

સ્કાઈમેટે આપી ચેતવણી
સ્કાઈમેટે કહ્યુ છે કે બંગાળની ખાડી પર બનેલુ ડિપ્રેશન પ્રભાવી થઈને ડિપ ડિપ્રેશન બની ગયુ છે. જેના કારણે આવતા 24 કલાકમાં નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગુજરાત અને અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ પર ભારે વરસાદ સાથે ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. જ્યારે ગંગીય પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, તેલંગાના, મહારાષ્ટ્ર, દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને તમિલનાડુના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદના અણસાર છે. કર્ણાટક, કેરળ અને દક્ષિણ મધ્ય પ્રદેશના પણ અમુક ભાગોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે.












Click it and Unblock the Notifications
