હિમાચલ સહિત 10 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ, અહીં પણ વરસાદી તાંડવ થશે

હિમાચલ સહિત 10 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ, અહીં પણ વરસાદી તાંડવ થશે

નવી દિલ્હીઃ દેશના ઉત્તરી અને પહાડી રાજ્યોમાં ભારે વરસાદનો દોર ચાલી રહ્યો છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વી મધ્ય પ્રદેશ સહિત 10 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી 2 દિવસમાં 17 લોકોના જીવ ચાલ્યા ગયા છે. સેનાના હેલિકોપ્ટર રાહત અને બચાવ કાર્યમાં લાગ્યાં છે. બીજી તરફ હિમાચલમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી અત્યાર સુધી 24 લોકોના મોત થયાં છે.

હિમાચલ સહિત 10 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ

હિમાચલ સહિત 10 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ

હવામાન વિભાગ મુજબ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વી મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને પોંડીચેરીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા છે. હવામાન વિભાગના શરૂઆતથી અત્યાર સુધી દેશભરમાં 626 મિલીમીટર વરસાદ થઈ ચૂક્યો છે. આ સામાન્ય 612 મિમીથી 2 ટકા વધુ છે.

ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી ભારે તબાહી

ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી ભારે તબાહી

જ્યારે ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી 20 ઘર તબાહ થઈ ગયાં છે, અને 18 લોકો લાપતા છે. અલકનંદા સહિત રાજ્યની કેટલીય નદીઓ તોફાની સપાટીએ વહી રહી છે. હવામાન વિભાગે ઉત્તરકાશી, ચમોલી, પથૌરાગઢ, દેહરાદૂન, પૌઢી અને નૈનીતાલ જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

અહીં પણ મેઘ તાંડવ થશે

અહીં પણ મેઘ તાંડવ થશે

સ્કાઈમેટ મુજબ આગામી 24 કલોક દરમિયાન ઝારખંડ, છત્તીસગઢ, વિદર્ભ, પૂર્વી ઉત્તર પ્રદેશ, દક્ષિણી આંતરિક કર્ણાટક અને તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં મૉનસૂનનું વ્યાપક પ્રદર્શન ચાલુ રહેશે અને હળવાથી મધ્યમ વરસાદની સાથોસાથે એક-બે સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

હળવાથી મધ્યમ વરસાદ

હળવાથી મધ્યમ વરસાદ

ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેષ તટીય કર્ણાટક અને કેરળમાં પણ દક્ષિણી-પશ્ચિમી મૉનસૂન સક્રિય રહેશે અને હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X