Weather forecast : ઉત્તરથી દક્ષિણમાં ભારે વરસાદની આગાહી, 31 ઓગસ્ટ સુધી ઘણા રાજ્યોમાં એલર્ટ

ભારતીય હવામાન વિભાગે તેના તાજેતરના અપડેટમાં જણાવ્યું છે કે, 31 ઓગસ્ટ સુધી દેશના ઘણા રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

નવી દિલ્હી : દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે ભારતીય હવામાન વિભાગે તેના તાજેતરના અપડેટમાં જણાવ્યું છે કે, 31 ઓગસ્ટ સુધી દેશના ઘણા રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. IMD એ જણાવ્યું છે કે, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે, તેથી આ રાજ્યોમાં ભારે વરસાદ માટે એલર્ટ આપવામાં આવ્યું છે.

Heavy rain forecast

31 ઓગસ્ટ સુધી ઘણા રાજ્યોમાં એલર્ટ

31 ઓગસ્ટ સુધી ઘણા રાજ્યોમાં એલર્ટ

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 27-29 ઓગસ્ટ દરમિયાન ઓડિશા, આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ, જ્યારે 27-31 ઓગસ્ટ દરમિયાન તેલંગણા, છત્તીસગઢઅને ઝારખંડમાં, 28-29 ઓગસ્ટના વિદર્ભ અને મધ્યપ્રદેશમાં વરસાદ, 29-31 ઓગસ્ટમાં ગુજરાત, મરાઠાવાડા 30-31 ઓગસ્ટ, અને ઉત્તર કોંકણ અને ઉત્તર મધ્યમહારાષ્ટ્ર 31 ઓગસ્ટના રોજ ભારે વરસાદ નોંધાવાની શક્યતાઓ છે.

પૂર્વોત્તર ભારતમાં વરસાદ યથાવત

પૂર્વોત્તર ભારતમાં વરસાદ યથાવત

28 ઓગસ્ટ સુધી પૂર્વોત્તર ભારત, ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિ ભારે વરસાદની પ્રક્રિયા ચાલુ રહેવાની સંભાવના છે અને ત્યારબાદપ્રદેશમાં વરસાદનું જોર ધીરે ધીરે ઘટશે.

કેરળ અને માહેમાં ભારે વરસાદ પડવાની શક્યતા

કેરળ અને માહેમાં ભારે વરસાદ પડવાની શક્યતા

આગામી 3 દિવસ દરમિયાન તટીય અને દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને માહેમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે 29 ઓગસ્ટ સુધી ઉત્તરાખંડ, બિહારઅને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે અહીં હાઈ એલર્ટ પણ જારી કર્યું છે.

કેરળના ચાર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

ગુરુવારથી જ કેરળના ચાર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે ચાર જિલ્લાઓ જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે, તેમાં એર્નાકુલમ, ઇડુક્કી,મલપ્પુરમ અને વાયનાડનો સમાવેશ થાય છે. તેથી દક્ષિણ રાજ્યના ઘણા જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તિરુવનંતપુરમ, કોલ્લમ, પઠાણમથિટ્ટા,કોટ્ટાયમ અને અલાપ્પુઝા એવા સ્થળો છે, જ્યાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

દિલ્હીમાં 'બ્રેક મોન્સુન'

દિલ્હીમાં 'બ્રેક મોન્સુન'

દિલ્હીમાં ફરી એકવાર 'બ્રેક મોન્સુન' આવ્યું છે, જે આ સિઝનમાં ત્રીજી વખત બન્યું છે. જેના કારણે આગામી ચાર દિવસ સુધી દિલ્હીમાં વરસાદની કોઈ શક્યતા નથી. જોકે, શુક્રવારના રોજ હળવા વરસાદની સંભાવના છે.

ભારતીય હવામાન ખાતાની આગાહી અનુસાર હાલ ચોમાસુ લો પ્રેશર એરિયા હિમાલયની તળેટીની નજીક છે, આસ્થિતિ એક કે બે દિવસ સુધી ચાલવાની છે, તેથી દિલ્હીમાં વાદળો ત્રણ ચાર દિવસ સુધી વરસવાના નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X