ગઈ રાતે મુંબઈમાં વરસાદનો કહેર, 12ના મોત, ઘણા ઘાયલ, આજે સાર્વજનિક રજા જાહેર

બીએમસી, સીપીઆરઓએ જણાવ્યુ કે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણીના કારણે મહારાષ્ટ્ર સરકારે 2 જુલાઈએ સાર્વજનિક રજા જાહેર કરી છે.

છેલ્લા અમુક કલાકોથી સતત થઈ રહેલા ભારે વરસાદના કારણે મુંબઈમાં અલગ અલગ જગ્યાએ ઘણી મોટી દૂર્ઘટનાઓ સામે આવી છે. મુંબઈના મલાડ ઈસ્ટના પિંપરીપાડા વિસ્તારમાં ઘરની દિવાલ પડી જવાથી લગભગ 12 લોકો માર્યા જવાના સમાચાર છે. જ્યારે આ દૂર્ઘટનામાં 13 જણ બહુ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. માનવામાં આવી રહ્યુ છે કે કાટમાળની નીચે ઘણા લોકો દબાયેલા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. એનડીઆરએફની ટીમ સ્થલ પર રાહત અને બચાવ કાર્યમાં લાગી છે.

સાર્વજનિક રજા જાહેર

સાર્વજનિક રજા જાહેર

બીએમસી, સીપીઆરઓએ જણાવ્યુ કે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણીના કારણે મહારાષ્ટ્ર સરકારે 2 જુલાઈએ સાર્વજનિક રજા જાહેર કરી છે. લોકોની સુરક્ષાને જોતા સરકાર તરફથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે લોકોને અપીલ કરવામાં આવી છે કે તે વરસાદ દરમિયાન સાવચેતી રાખે.

પૂણેમાં મોટી દૂર્ઘટના

પૂણેમાં મોટી દૂર્ઘટના

વળી,બીએમસીના પીઆરઓએ બે જુલાઈના રોજ સાર્વજનિક રજાનું એલાન કર્યુ છે. તમામ સરકારી અને પ્રાઈવેટ ઓફિસ ગ્રેટર મુંબઈમાં આજે બંધ રહેશે. આ તરફ પૂણેમાં પણ મોટી દૂર્ઘટના સામે આવી છે. અહીં ભારે વરસાદના કારણે અંબેગાંવ સ્થિત સિંઘડ કૉલેજની દિવાલ પડી ગઈ જેમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે. આ દૂર્ઘટના ગઈ રાત લગભગ 1.15 વાગે બની. એનડીઆરએફની ટીમ ઘટના સ્થળ પહોંચી રાહત અને બચાવ કામ કરી રહી છે.

ઘણી ટ્રેનોનુ સંચાલન ઠપ્પ

ઘણી ટ્રેનોનુ સંચાલન ઠપ્પ

ભારે વરસાદના કારણે વેસ્ટર રેલવેએ મહારાષ્ટ્ર જતી ઘણી ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કર્યો છે. નાલાસોપારા, વિરાર અને પાલઘરમાં રેલવે ટ્રેક પર ભારે વરસાદના કારણે આ ટ્રેનો 12904, 22904, 22928,12962, 12902, 19208, 19218, 22944,12928, 12264, 19424, 12450,19020, 59442, 12298 અને 12268નું સંચાલન રોકી દેવામાં આવ્યુ છે. અહીં પાણીનું સ્તર 150 મિલીમીટર સુધી પહોંચી ગયુ છે.

મુખ્યમંત્રીએ જતાવ્યો શોક

મુખ્યમંત્રીએ જતાવ્યો શોક

વળી, મલાડમાં થયેલ દૂર્ઘટના પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે કહ્યુ કે મૃતકોના પરિજનો સાથે મારી સંવેદના છે, ઘાયલોને વહેલી તકે સાજા થવાની હું પ્રાર્થના કરુ છુ. સાથે મૃતકોના પરિજનોને 5-5 લાખ રૂપિયા આપવાનું મુખ્યમંત્રીએ એલાન કર્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X