For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ગંગોત્રી હાઈવે સહિત બે હાઈવે બંધ કરાયા!

ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ભારે વિનાશ થઈ રહ્યો છે. ભારે વરસાદને કારણે ઋષિકેશથી 38 કિલોમીટર દૂર ટિહરી ગઢવાલ જિલ્લામાં ઋષિકેશ-ગંગોત્રી હાઇવે (NH 94) નો તૂટી ગયો છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ભારે વિનાશ થઈ રહ્યો છે. ભારે વરસાદને કારણે ઋષિકેશથી 38 કિલોમીટર દૂર ટિહરી ગઢવાલ જિલ્લામાં ઋષિકેશ-ગંગોત્રી હાઇવે (NH 94) નો તૂટી ગયો છે. બીજી તરફ શિવપુરી અને તોતાઘાટીમાં કાટમાળને કારણે ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પણ બંધ કરાયો છે. આ હાઈવે બંધ થતા જિલ્લાનું મુખ્ય મથક નવી ટિહરી રાજધાની દેહરાદૂનથી કપાયુ છે. પૂનગિરિ દેવી મંદિર તરફ જતો રસ્તો પણ ચંપાવતમાં ભૂસ્ખલનને કારણે ક્ષતિગ્રસ્ત થયો છે.

Heavy rains in Uttarakhand

ભારે વરસાદને કારણે ઉત્તરાખંડમાં પુલ અને રસ્તા તૂટવાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. દહેરાદૂનમાં પુલ અને રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયાના સમાચારો બાદ હવે ટિહરી જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે દુર્ઘટનાના અહેવાલો આવ્યા છે. NH-58 અને NH-94 પર ભારે ભૂસ્ખલનને કારણે બંને રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ થયા છે. એનએચ-94 નો ફકોટ ખાતે મોટો ભાગ ધોવાઇ ગયો છે. જેના કારણે આ હાઇવે ધોધમાં ફેરવાયો છે. સ્થાનિકોને પર્વતો અને પગદંડીની મદદથી પોતાનો જીવ જોખમમાં મુકીને રસ્તો ક્રોસ કરવાની ફરજ પડી રહી છે.

ટિહરી ગઢવાલ જિલ્લા મેજિસ્ટ્રેટ ઇવા આશિષ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે NH 58 અને 94 બંધ છે, વૈકલ્પિક માર્ગોમાં પણ પરિસ્થિતિ ખરાબ છે અને હાલમાં માત્ર એક જ રૂટ કાર્યરત છે. રસ્તો સાફ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. મુસાફરોને બિનજરૂરી મુસાફરી ન કરવાની સૂચનાઓ આપી હાઇવે બંધ કરવામાં આવ્યા છે. એસડીએમ નરેન્દ્રનગર યુક્તા મિશ્રાએ જણાવ્યું કે, ફકોટ નજીકનો રસ્તો લગભગ 40 મીટર સુધી ધોવાઇ ગયો છે. તેને ઠીક કરવામાં એક અઠવાડિયાથી વધુ સમય લાગી શકે છે. BRO ની ટીમને માર્ગનું નિરીક્ષણ કરવાની સૂચના આપવામાં આવી છે. બંને રાજમાર્ગો પર અત્યાર સુધી કોઈ મુસાફર ફસાયા નથી. વૈકલ્પિક માર્ગ તરીકે નરેન્દ્રનગરથી હિંડોળાખાલ-દેવલધાર અને આગરાખાલ-ભોગપુર મોટરવે ખોલવાના પ્રયાસો થઈ રહ્યા છે.

બીજી તરફ ચંપાવતમાં ભૂસ્ખલનને કારણે પૂર્ણગિરિ દેવી મંદિર તરફ જતો રસ્તો પણ ક્ષતિગ્રસ્ત થયો છે. જણાવી દઈએ કે 23 ઓગસ્ટે ચંપાવત-ટનકપુર હાઈવે પર સ્વાલા નજીક પર્વતના મોટા ભાગમાં તિરાડ પડવાના કારણે રસ્તા પર કાટમાળ સાથે વૃક્ષો અને મોટા પથ્થરો આવ્યા હતા. ત્યારથી રસ્તો ખોલવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ સતત પડતો કાટમાળ કામમાં વિક્ષેપ સર્જી રહ્યો છે.

English summary
Heavy rains in Uttarakhand, two highways including Gangotri Highway closed!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X