કર્ણાટક ચૂંટણીઃ મતગણતરી સ્થળ પર કડક સુરક્ષા બંદોબસ્ત

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના આજે પરિણામો આવશે. આ પહેલા મતગણતરી સ્થળ પર સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને ભારે સંખ્યામાં સુરક્ષાબળ તૈનાત કરી દેવામાં આવ્યુ છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના આજે પરિણામો આવશે. આ પહેલા મતગણતરી સ્થળ પર સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને ભારે સંખ્યામાં સુરક્ષાબળ તૈનાત કરી દેવામાં આવ્યુ છે. 12 મે ના રોજ થયેલા મતદાન બાદ આજે તમામ ઈવીએમ મશીનોને ખોલવામાં આવશે અને મતોની ગણતરી કરવામાં આવશે. કોઈ પણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે સુરક્ષાબળો તૈનાત કરી દેવામાં આવ્યા છે. પારદર્શી અને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયાને સુનિશ્ચિત કરવા માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

security

ભારે સુરક્ષા વ્યવસ્થા

મતગણતરીને જોતા પોલિસે કોઈ પણ પ્રકારની આતશબાજી, હર્ષ ફાયરિંગ, ફટાકડા વગેરે છોડવા પર દરેક 38 મતગણતરી સ્થળો પર મનાઈ ફરમાવી દીધી છે. અધિક સુરક્ષા બળો તૈનાત કરી દેવામાં આવ્યા છે. બેંગલુરુમાં 5 મહત્વના મતગણતરી સ્થળો પર ત્રણ શ્રેણીની કડક સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરી દેવામાં આવી છે. જાણકરી મુજબ આ બધી જગ્યાએ સુરક્ષા સ્થિતિ નિયંત્રણમાં છે.

50000 પોલિસ કર્મી તૈનાત

સુરક્ષાના કારણોસર દરેક 38 મતગણતરી કેન્દ્રોમાં 50000 પોલિસકર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે. માત્ર બેંગલુરુમાં જ 11000 પોલિસ કર્મીઓ તૈનાત છે. સાથે જ એક રેપિડ એક્શન ફોર્સની કંપની, 20 કર્ણાટક સ્ટેટ રિઝર્વ પોલિસની કંપનીઓને બેંગલુરુમાં તૈનાત કરવામાં આવી છે.

ચૂંટણી આયોગ સતર્ક

મુખ્ય ચૂંટણી આયુક્ત ઓ પી રાવતે જણાવ્યુ કે અમે બધા ગણતરી કેન્દ્રોમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલિસ ફોર્સિસ (સીએપીએફ) તૈનાત કરી દીધા છે. સુરક્ષાના પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. બધા મતગણતરી કેન્દ્રો પર ભારે સુરક્ષાબળો તૈનાત છે જેથી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X