For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓરેન્જ એલર્ટઃ મુંબઈમાં ભારે વરસાદ, પોલિસે કરી લોકોને આ અપીલ

મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, ઠાણે અને પાલઘરમાં આજે સવારથી જ વાદળો મહેરબાન છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, ઠાણે અને પાલઘરમાં આજે સવારથી જ વાદળો મહેરબાન છે. તમને જણાવી દઈએ કે મુંબઈમાં આજ અને કાલ માટે હવામાન વિબાગમાં ઑરેન્જ એલર્ટ જારી કર્યુ હતુ. વરસાદના કારણે મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસવે પર ગાડીઓની લાંબી લાઈન જોવા મળી રહી છે. જો કે વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. સ્ટાર એરના રાજસ્થાનના કિશનગઢથી ઈન્દોર જઈ રહેલી ફ્લાઈટને વરસાદના કારણે અમદાવાદ મોકલવામાં આવી છે. વળી, ઈન્ડિગો એરલાઈનની દિલ્લીથી ઈન્દોર આવી રહેલી ફ્લાઈટને ખરાબ હવામાનના કારણે ભોપાલ મોકલી દેવામાં આવી છે.

મુંબઈ પોલિસે લોકોને કરી અપીલ

મુંબઈ પોલિસે લોકોને કરી અપીલ

મુંબઈ પોલિસે લોકોને અપીલ કરી છે કે તે આજે અને કાલે ઘરેથી બહાર ના નીકળે અને લોકોને સતર્ક રહેવાની જરૂર છે. મુંબઈ ઉપરાંત આવતા 24 કલાક દરમિયાન ગુજરાતના પૂર્વ ક્ષેત્રો, કોંકણ અને ગોવા, તટીય કર્ણાટક, કેરળ અને અસમના અમુક ભાગોમાં મોનસુન સક્રિય રહેશે, અમુક જગ્યાઓ હળવાથી મધ્યમ વરસાદ હોવાના અણસાર છે જ્યારે અમુક સ્થળોએ ભારે વરસાદ થશે.

દક્ષિણ ભારતમાં વરસશે વાદળ

આવતા 24 કલાક દરમિયાન તટીય આંધ્રપ્રદેશ, દક્ષિણ તટીય ઓરિસ્સા, તેલંગાના, કર્ણાટક, કોંકણ અને ગોવા, ગુજરાતના પૂર્વ ભાગો, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. એક-બે જગ્યાએ ભારે વરસાદનુ પણ અનુમાન છે. પુૂર્વોત્તર ભારત અને પૂર્વ બિહારના અમુક ભાગોમાં વરસાદની સંભાવના છે જ્યારે વરસાદનો આ સિલસિલો આવતા બે દિવસ સુધી જારી રહેવાની સંભાવના છે.

દેશના લગભગ 10 રાજ્યોમાં આંધી-તોફાનની સંભાવના

ઘણા રાજ્યોમાં મૂસળધાર વરસાદના અણસાર છે. બંગાળની ખાડીમાં દબાણ બનવાથી આવતા 48 કલાક દરમિયાન દેશના લગભગ 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા છે. આઈએમડીએ કહ્યુ છે કે ગુજરાત, દીવ-દમણ, અંદમાન તેમજ નિકોબાર દ્વીપ સમૂહ, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, નૉર્થ ઈસ્ટ, યુપી, બિહાર, ઝારખંડ, એમપી, છત્તીસગઢ, પંજાબ, હરિયાણામાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે બધાને સચેત રહેવા માટે કહ્યુ છે.

English summary
Heavy Shower in Maharashtra, All citizens are advised to remain indoors, IMD issues orange alert for Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X