For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હેલીકોપ્ટર ડીલ: તપાસ માટે ઇટલી જશે સીબીઆઇ

|
Google Oneindia Gujarati News

helicopter
નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી: અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદાની તપાસનું કામકાજ હવે ઝડપ પકડી રહ્યું છે અને સીબીઆઇ અને ડિફેન્સ મીનીસ્ટ્રીની જોઇન્ટ ટીમ આવતીકાલે આ મામલે તપાસ કરવા માટે ઇટલી જવા માટે રવાના થશે. આ ઉપરાંત આ ગોટાળો બહાર આવવાની સાથે જ સરકારે આ સોદો રદ કરવાની કવાયત શરૂ કરી દીધી છે.

સીબીઆઇએ ગઇકાલે એક પત્ર મોકલાવીને ઇટલી સરકાર પાસે જાણકારી માગી હતી, જ્યારે ગુરુવારે ફિનમેક્કનિકા કંપની પાસે માંગવામાં આવેલી જાણકારીનો જવાબ હજી સુધી નથી આવ્યો. સીબીઆઇ ઓફિસર શુક્રવારે રક્ષા મંત્રાલયના અધિકારીઓને મળ્યા હતા.

રક્ષા મંત્રાલય પણ આ સોદો રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી ચૂક્યા છે, બીજી બાજુ સંસદીય કાર્યમંત્રી કમલનાથે સંકેત આપ્યા છે કે સરકાર સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે જેપીસીની તપાસ માટે પણ તૈયાર થઇ શકે છે. તેમના જણાવ્યા અનુસાર સરકાર આ મુદ્દે સંસદમાં ચર્ચા કરવા તૈયાર છે.

ભારતે ઇટલીની કંપની ફિનમેક્કનિકા કંપની સાથે 12 અગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ખરીદવાનો વર્ષ 2010માં 36,00 કરોડમાં કરાર કર્યો હતો, જેમાંથી ત્રણ હેલિકોપ્ટરની ડિલીવરી થઇ ચૂકી છે અને આના માટે કંપનીને 30 ટકા રકમની ચૂકવણી પણ કરી દીધી છે.

English summary
A joint team of CBI and defence ministry is likely to leave for Italy tomorrow to probe the alleged kickbacks in the Rs 3,600 crore VVIP helicopter deal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X