બસ્તરમાં દેવી-દેવતાઓ પણ રમે છે હોળી!

રાયપુર, 25 માર્ચ: હોળીનો તહેવાર આમ તો આખા ભારતમાં ધૂમધામથી મનાવવામાં આવે છે, પરંતું છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં પારંપારિક હોળીનો અંદાજ કંઇક અલગ જ છે. લોકો હોળી જોવા માટે દૂર-દૂરથી આવે છે. અહીં હોળીમાં હોલિકા દહનના બીજા દિવસે પાદુકા પુજન અને રંગ-ભંગની નિરાળી અને અનોખો રિવાજ છે. જેમાં લાખ્ખોની સંખ્યામાં ભાગ લે છે.

માન્યતા છે કે હોળિકા દહન સ્થળની રાખથી મંડઇમાં માં દંતેશ્વરી આમંત્રિત દેવી-દેવતાઓ તથા પુજારી તથા સેવાદારો સાથે હોળી રમે છે. આ અવસર પર ફાગણ મંડઇના અંતિમ રિવાજના રૂપમાં દરેક ગામમાંથી મેળામાં પહોંચેલા દેવી-દેવતાઓને વિધિવત વિદાય આપવામાં આવે છે. અહીંના લોકો આ પારંપારિક આયોજનો ભારે આનંદ માણે છે.

આ પારંપારિક આયોજન વિશે માં દંતેશ્વરી મંદિરના સહાયક પુજારી હરેન્દ્ર નાથા જિયાએ જણાવ્યું હતું કે અહીં બિરાજમાન સતી સીતાની પ્રાચીન મુર્તિ લગભગ સાત વર્ષ જુની છે. એક જ શિલામાંથી બનેલી આ મુર્તિને રાજા પુરૂષોત્તમ દેવે અહીં સ્થાપિત કરી હતી. ત્યારથી અહીં ફાગણ મંડઇ દરમિયાન હોલિકા દહન અને દેવી-દેવતાઓ દ્રારા હોળી રમવાની પરંપરા ચાલી આવે છે.

god-playing-holi

સાતસો વર્ષ જુની આ મુર્તિને એક ગરનાળા નિર્માણના કારણે હાલમાં એક શનિ મંદિરમાં રાખવામાં આવી છે. હવે આ સીતાની મુર્તિની વિધિવત સ્થાપના પુજારી હરેન્દ્ર નાથ જિયા વ પં. રામનાથ દાસે વૈદિક મંત્રોચાર સાથે કરી છે.

મુર્તિના સ્થાન પર ઐતિહાસિક ફાગુન મંડઇ દરમિયાન આંવરામાર રિવાજ બાદ હોલિકા દહન કરવામાં આવે છે, અહીં લોકોની હાજરીમાં બેન્ડવાજા સાથે પ્રધાન પુજારી જિયા બાબા દ્રારા હોલિકા દહનનો વિધી કરવામાં આવે છે. આ વિધીને જોવા માટે લાખો લોકો હાજર રહે છે.

ફાગુન મંડઇમાં આંવરામાર વિધી બાદ સતી સીતા સ્થળ પર હોલિકા દહન કરવામાં આવે છે. અહીં ગંવરમાર વિધીમાં જંગલી ભેંસનું પુતળુ તૈયાર કરવામાં આવે છે. આમાં વપરાયેલ વાંસ તથા તાડના પત્તાંઓથી હોળી સજાવવામાં આવે છે.

મંદિરના પ્રધાન પુજારી પારંપારિક વાદ્યયંત્ર મોહરીની ગુંજ વચ્ચે હોલિકા દહનની વિધી પુરી કરવામાં આવે છે. આખા દેશમાં હોળીના અવસર પર રંગ-ગુલાલ છાંટીને ખુશી વ્યક્ત કરવામાં આવે છે, ત્યારે બસ્તરમાં હોળીના અવસર પર મેળાનું આયોજન કરી સામૂહિક રીતે હાસ્ય-રમૂજની પ્રથા આજેપણ યથાવત છે. ઇતિહાસકારોનું કહેવું છે કે બસ્તરના કાકતીય રાજાઓએ આ પરંપરાની શરૂઆત માડપાલ ગામમાં હોલિકા દહનથી કરી હતી ત્યારથી આ પરંપરા ચાલુ છે.

આ વિસ્તારમાં હોલિકા દહનનો તહેવાર અનોખો છે. માડપાલ, નાનગૂર તથા કકનારમાં આયોજિત કરવામાં આવનાર હોલિકા દહન કાર્યક્રમ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે કાકતીય રાજવંશના ઉત્તરાધિકારીઓ દ્રારા આજે પણ સર્વ પ્રથમ ગામ માઢપાલમાં સર્વપ્રથમ હોલિકા દહન કરવામાં આવે છે, ત્યારબાદ અન્ય સ્થળો પર હોલિકા દહનનો કાર્યક્રમ શરૂ થાય છે.

માઢપાલમાં હોલિકા દહનની રાત્રે નાના રથ પર સવાર થઇને રાજપરિવારના સભ્યો હોલિકા દહનની પરિક્રમા પણ કરે છે, જેને જોવા માટે હજારોની સંખ્યામાં વનવાસી લોકો એકત્રિત થાય છે, આ અનોખી પરંપરાની મિસાલ આજે પણ યથાવત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X