5 કલાકમાં ધ્વસ્ત કરી નાખી હતી બાબરી મસ્જિદ, જાણો 6 ડિસેમ્બર 1992નો આખો ઘટનાક્રમ

5 કલાકમાં ધ્વસ્ત કરી હતી બાબરી મસ્જિદ, જાણો આખો ઘટનાક્રમ

આજથી 26 વર્ષ પહેલા અયોધ્યામાં 6 ડિસેમ્બરે લાખોની સંખ્યામાં કારસવેકોએ અયોધ્યા પહોંચી બાબરી મસ્જિદને જમીનદોસ્ત કરી દીધી હતી. ઉગ્ર ભીડે 5 કલાકમાં મસ્જિદના માળખાંને તોડી પાડ્યું હતું. જે બાદ દેશભરમાં સાંપ્રદાયિક દંગા થયા જેમાં કેટલાય નિર્દોશોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો.

6 ડિસેમ્બર 1992ની કહાની

6 ડિસેમ્બર 1992ની કહાની

ઉલ્લેખનીય છે કે, 6 ડિસેમ્બર 1992ની સવારે 10.30 વાગ્યે લાખોની સંખ્યામાં કારસેવકો અયોધ્યા પહોંચી ગયા હતા. સૌકોઈની જીભ પર એ સમયે 'જય શ્રી રામ'નો નારો હતો. વિશ્વ હિંદુ પરિષદના નેતા અશોક સિંઘલ પણ કારસેવકો સાથે ત્યાં હાજર હતા. થોડી વારમાં જ ભાજપના નેતા મુરલી મનોહર જોશી પણ જોડાઈ ગયા. આ બાદ ત્યાં લાલકૃષ્ણ અડવાણી પણ પહોંચી ગયા.

લાલકૃષ્ણ અડવાણી

લાલકૃષ્ણ અડવાણી

લાલકૃષ્ણ અડવાણી રામમંદિર આંદોલનનો સૌથી મોટો ચહેરો હતો. આ મુદ્દાના પાયે 1989 લોકસભા ચૂંટણીમાં 9 વર્ષ જૂનો ભાજપ પક્ષ 2 સીટના વધારા સાથે 85 પર પહોંચી ગયો હતો. આ બાદ પણ મુદ્દો ગરમાતો ગયો. અગાઉ સપ્ટેમ્બર 1990માં અડવાણી સોમનાથથી રથ લઈને મંદિર માટે જનજાગરણ કરવા નીકળી પડ્યા હતા.

ઉમા ભારતીનો રોલ

ઉમા ભારતીનો રોલ

બાબરી મસ્જિદ વિધ્વંસ દરમિયાન ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી અયોધ્યામાં જ હાજર હતાં. ઉમાએ ખુદ કહ્યું કે હું પાંચ દિવસ પહેલાથી જ અયોધ્યામાં હાજર હતી. 1 ડિસેમ્બરે હું ત્યાં પહોંચી ગઈ હતી અને 7 ડિસેમ્બર સવાર સુધી હું ત્યાં જ રહી હતી. જે કંઈ થયું હતું તે ખુલ્લેઆમ થયું હતું.

કારસેવકો મણિરામ છાવણીમાં ઘૂસ્યા

કારસેવકો મણિરામ છાવણીમાં ઘૂસ્યા

ઈન્ડિયા ટૂડેના રિપોર્ટ 'એ નેશંસ સો' મુજબ 5 ડિસેમ્બરે બપોરે એક નિર્ણાયક વળાંક આવ્યો. આ એ જ સમય હતો જ્યારે આખર એલાન કરવામાં આવ્યું કે સાંકેતિક કારસેવા થશે. હજારો કારસેવકો મણિરામ છાવણીમાં ઘૂસી ગયા. જ્યાં બે ધાર્મિક નેતા મહંત રામચંદ્ર પરમહંસ અને મહંત નૃત્યગોપાલ દાસ પર સવાલોનો વરસાદ કરી નિશાન બનાવવામાં આવી રહ્યા હતા.

કારસેવક મસ્જિદ પર ટૂટી પડ્યા

કારસેવક મસ્જિદ પર ટૂટી પડ્યા

6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં ભારે સુરક્ષાની વચ્ચે ભાજપના નેતાઓની આગેવાનીમાં ભીડ બાબરી મસ્જિદ તરફ આગળ વધી રહી હતી, જો કે પહેલા પ્રયત્નમાં પોલીસ તેમને રોકવામાં સફળ રહી હતી. બાદમાં અચાનક બપોરે 12 વાગ્યે કારસેવકોનું એક જૂથ મસ્જિદની દિવાલો પર ચઢવા લાગ્યું. લાખોડની ભીડમાં કારસેવક મસ્જિદ પર ટૂટી પડ્યા અને થોડી વારમાં જ મસ્જિદને કબ્જામાં લઈ લીધી.

વિવાદિત માળખું તોડી નાખ્યું

વિવાદિત માળખું તોડી નાખ્યું

પોલીસના ઉપરી અધિકારીઓ મામલાની ગંભીરતાને સમજી રહ્યા હા. પરંતુ ગુંબઝની આજુબાજુ હાજર કારસેવકોને રોકવાની હિંમત કોઈનામાં નહોતી. બપોરે ત્રણ વાગીને ચાલીસ મિનિટ પર પહેલો ગુંબજ ભીડે તોડી પાડ્યો અને બાદમાં 4.55 વાગ્યે મસ્જિદનું આખું વિવાદિત માળખું તોડી પાડ્યું હતું. ભીડે એ જગ્યાએ જ પૂજા અર્ચના કરી અને રામની મૂર્તિની સ્થાપના કરી દીધી.

1528માં થયું હતું નિર્માણ

1528માં થયું હતું નિર્માણ

જો કે અયોધ્યામાં 20 નવેમ્બરથી જ કારસેવકો એકઠા થવા લાગ્યા હતા, જેમાં કેન્દ્રની નરસિમ્હા રાવની સરકારના હાથ-પગ ફૂલવા લાગ્યા. કેન્દ્ર સરકાર યૂપમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા વિશે વિચારવા લાગી. એવામાં યૂપીના મુખ્યમંત્રી કલ્યાણ સિંહે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ દાખલ કરીને ગેરેન્ટી આપી કે કોઈપણ કાળે બાબરી મસ્જિદની સુરક્ષા કરશે. જણાવી દઈએ કે 1528માં અયોધ્યામાં બાબરી મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X